________________
વ્યવહારને વચન અને કાયામાં રાખવો. નિશ્ચયને મનમાં રાખવો, કેવળ જીભમાં નહિ. કારીગર પગથિયાં બનાવે તેમ પર્વત ચડતો જાય. જીવ મોક્ષમાર્ગ બનાવે તેમ મોક્ષ તરફ આગળ વધતો જાય. ગચ્છ = ગુરુ ઠપકો આપે ત્યારે પ્રસન્નતા બતાવે તેવો સંયમીનો સમૂહ. • ગચ્છાચારપયન્ના ભગવાનના ગુણ ગમે તેને જ ભગવાન તારી શકે. શરીર ગળિયા બળદ જેવું, ગધેડા જેવું, શેરડીના સાંઠા જેવું છે. ચાબૂક મારો, ડફણા મારો, નીચોવો તો કામ લઈ શકાય. સાધ્યની તીવ્ર સચિ અને સાધનાની તીવ્ર ઝંખનાના આધારે મોક્ષ થઈ શકે. • અવંતિસુકમાલ ઊંચા શાસ્ત્રોથી ઊંચે નથી પહોંચાતું પણ જેનાથી આપણા
ભાવો ઊંચા જાય તેનાથી ઊંચે પહોંચાય - નવપૂર્વી અભવ્ય. • દોષમાં ફસાયા પછી પણ તેની કંપારી, ત્રાસ એ જાગૃતિ.
• નંદિષેણ મુનિ • શિષ્યના ભાવપ્રાણની રક્ષા કરવાનો જેને સમય-રસદ-રસ
નથી કે તેની કાંઈ પડી નથી તેને ગુરુ બનવાનો કોઈ અધિકાર નથી. અશુભ વિચારો અટકાવવા માટે (૧) બિનઅધિકૃત પ્રવૃત્તિ અને વિચારણા છોડવી. (૨) અશુભ વિચારોને બહુ મહત્ત્વ ન આપવું. (૩) કોઈની પાસે વધુ પડતી અપેક્ષા ન રાખવી. આપણી માનસિક દુનિયામાં જેવા પાત્રો હોય તેવા ભાવો • આપણને આવે.
૨૨