________________
શાસનનો પ્રચાર એ પુણ્યશાળીનું કામ છે. શાસનનું પરિણમન એ પ્રત્યેકનું કામ છે. આત્માના સ્વભાવ, સ્વરૂપ અને ગુણમાં કર્મવિકૃતિનો પગપેસારો થાય એટલે આત્માનો સ્વભાવ ખંડિત થવા માંડે. અહંકારનું અર્પણ એ જ પરમાત્માને વાસ્તવિક સમર્પણ છે. - બાહુબલિજી સળગતા અગ્નિમાં પ્રવેશ કરીને પોતાની જાતને બાળી નાખવી પડે તો પણ અગીતાર્થની નિશ્રામાં રહેવાનો વિચાર પણ ન કરવો. • નિશીથસૂત્ર ગુરુ = Mid wife (દાયણ). તેમની હાજરીથી ગુણપ્રસૂતિનું કામ સરળ. • ખંધકસૂરિના ૫૦૦ શિષ્યો સાધુનો કષાય કૂવાના પડછાયાની જેમ પોતાનામાં જ સમાઈ જાય, બીજે ન જાય. દોરામાં પરોવેલી સોય સીવવા માટે યોગ્ય. આત્મામાં પરોવેલું મન આરાધના માટે યોગ્ય. સારા વાતાવરણમાં આવતા સારા વિચાર વાતાવરણનો પ્રભાવ છે. નબળા વાતાવરણમાં આવતા સારા વિચાર સ્વભાવનો પ્રભાવ છે. મૂચ્છયુક્ત ક્રિયા કર્મબંધ કરાવે.
જાગૃતિયુક્ત ક્રિયા કર્મનિર્જરા કરાવે. • ધર્મક્રિયામાં એકાગ્રતા સ્વર્ગ આપે.
ધર્મક્રિયામાં અહોભાવ મોક્ષ આપે. પોતાના ઉપકારીને જે ક્ષેત્રમાં સંકલેશ કરાવીએ તે ક્ષેત્રમાં તો સંકલેશ જ મળે. અન્ય ક્ષેત્રે પણ પ્રાયઃ સંકલેશ મળે.
૨૨૩