________________
જ્ઞાનીઓના વચન હજારો ખરાબ અનુભવોથી બચાવે. જરૂરી ઉપકરણમાં મૂચ્છ મારક બને.
વધારે ઉપકરણમાં અયતના પણ મારક બને. આપણી ખોટી ટીકા સાંભળવી કદાચ સહેલી. આપણી સાચી પ્રશંસા થતી અટકાવવી ભારે અઘરી. - સ્થૂલભદ્રસ્વામી જોવામાં, બોલવામાં, ખાવામાં, સાંભળવામાં અને વિચારવામાં સંયમ ન હોય તે સાચો સંયમી બની ન શકે. બે હેતુથી સાધુ ગોચરી નીકળે. (૧) ગૃહસ્થ પર ઉપકાર કરવા. ૨) પોતાના સંયમદેહનો નિર્વાહ કરવા. - અષ્ટકપ્રકરણ શાસ્ત્રનું કહેલું આપણે કેટલું કરીએ છીએ ? તો આપણું કહેલું થાય એવી બીજા પાસે આપણે અપેક્ષા કેટલી રાખી શકીએ? મહત્ત્વ ન આપવા જેવી ચીજને મહત્ત્વ આપીએ તેનું પરિણામ કષાય. • ચંડકૌશિક કર્મોદયજન્ય પરિસ્થિતિમાંથી પસાર થતાં થતાં કર્માધીન બની ન જવાય તેની સાવધાની રાખે તે સંયમી. - મેતારક મુનિ જાગવું હોય તો એક જ મિનિટ પૂરતી છે - કપિલકેવલી ઉઠવું જ ન હોય તો જીંદગી પણ ટૂંકી છે - મમ્મણ જેની આંખમાંથી શરમના જળ કે પાપનો ભય જાય તેને તીર્થકરની કરુણા પણ આરાધક બનાવી ન શકે. - સંગમદેવ આપમતિવાળા સાચા શિષ્ય બની ના શકે. સ્વાર્થબુદ્ધિવાળા કયારેય સાચા ગુરુ બની ના શકે. દીક્ષા લેવા સાહસ જોઈએ. દીક્ષા પાળવા સત્ત્વ જોઈએ. દીક્ષાને સફળ બનાવવા સાચી સમજણ જોઈએ.
૨૨૪.