________________
શાસ્ત્રની વાત સમજાય તે હળુકર્મીતાની નિશાની નથી. શાસ્ત્રવચનને જીવનમાં ઉતારવાની તત્પરતા તે જ હળુકર્મીપણાની નિશાની છે. મનની ચંચળતા રવાના કરવાના ચાર અમોઘ ઉપાય. (૧) સૌમ્યતા, (૨) અનુત્સુકતા, (૩) ધીરજ, (૪) સહિષ્ણુતા. ગુણપ્રાપ્તિનું અજીર્ણ = સ્વયં ગુણવાન થઈ ગુણહીનની નિંદા, અન્ય ગુણવાનની ઈર્ષ્યા. • કુરગડમુનિના સહવર્તી મુનિ પોતાનો ઈતિહાસ જેને લખવો ગમે છે તેને ઈતિહાસકારો યાદ કરતા નથી. જે સ્વાધ્યાય છોડે છે તે જીવનિકાય પ્રત્યે પ્રાયઃ બેદરકાર બને છે. - બૃહત્કલ્પ સંયમીને સંકલેશ કરાવે તેને ભવાંતરમાં (૧) સંયમ ન મળે, (૨) સંયમીના દર્શન ન મળે, (૩) સમાધિના નિમિત્ત ન મળે. જે સ્વાધ્યાય વગેરે આરાધનાથી અને પુણ્યશક્તિથી ઉપકારી પ્રત્યે અહોભાવ વધે તે સ્વાધ્યાય આદિ સફળ, બાકી નિષ્ફળ. જે હોડીમાં બેઠા હોય તેમાં કાણું ન પડાય તેમ જે ગુરુને સ્વીકાર્યા હોય તેના પ્રત્યે દુર્ભાવ ન કરાય. પ્રતિકૂળ ઉપસર્ગને જીતવા વિર્યાતરાયકર્મનો ક્ષયોપશમ મહત્ત્વનો છે. અનુકૂળ ઉપસર્ગને જીતવા મોહનીયકર્મનો ક્ષયોપશમ મહત્ત્વનો છે. સિંહગુફાવાસી મુનિ- સ્થૂલભદ્ર સ્વામી સ્વપ્રશંસા ગમે તે અર્ધસત્ય બોલે, પૂર્ણ સત્ય પ્રાયઃ ન બોલે. મહાન વ્યક્તિને તુચ્છ બાબતમાં રસ ન હોય. શાતા, સુખશીલતા, અનુકૂળતા, માન-સન્માન, પ્રસિદ્ધિ વગેરે તુચ્છ બાબતો છે.
૨૨૫