SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ • સાત્ત્વિક કોણ ? આક્રોશ પરિષહને પ્રસન્નતાથી જીતે તે. - પ્રભુ મહાવીર પરદુઃખના ઈન્કારમાં આઈજ્યનું બીજ નિહિત છે. - મેઘરથ રાજા સ્વદોષના સ્વીકારમાં કૈવલ્યલક્ષ્મીનું બીજ સમાવિષ્ટ છે. - મૃગાવતીજી જે સંયમી પોતાના દુઃખને અને પારકાના દોષને પ્રગટ ન કરે તે ગંભીર. ભક્તિના કયારેય વજનકાંટા હોતા નથી. • દેવપાલ સારો ગુરુકુલવાસ મળે પુણ્યના આધારે, ફળે યોગ્યતાના આધારે. ગચ્છ = મોત આવે તો પણ છ કાયની વિરાધનાનો વિચાર પણ ન કરે. • ગચ્છાચારપયન્ના. માન-સન્માનનું અજીર્ણ = માન ન મળતાં બીજાનું અપમાન કરવાની વૃત્તિ. અનાયતનનો ત્યાગ કાયરતા નથી, ડહાપણભરેલી બહાદુરી છે. દયા નિષ્ક્રિય હોઈ શકે. કરુણા કદાપિ નિષ્ક્રિય ન હોય. પોતાના ખીસ્સામાં હાથ નાંખ્યા વિના દયા કદાચ ટકી શકે. પોતાનું ખીસ્સ ખાલી કર્યા વિના કરુણા ટકી ન શખે. જડમાં પરિવર્તન કરવાની કળા હસ્તગત કરી છે.-વિજ્ઞાન જાતમાં પરિવર્તન કરવાની કળા આત્મસાત્ કરીએ તો બેડો પાર થાય. ધર્મ જાતમાં શિષ્યત્વનું નિર્માણ કર્યા વિના ગુરુ બનવાના મનોરથ એ લગ્ન કર્યા વિના મા-બાપ બનવાના મનોરથ જેવા બને છે. સંયમજીવનમાં સંયોગવશાત્ તપ-ત્યાગ-સ્વાધ્યાયની કચાશ ચાલે, સમર્પણની કે વૈરાગ્યની કચાશ તો કદી ન ચાલે. - મોષતુષમુનિ ૨૨૬
SR No.007267
Book TitleSanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherDivyadarshan Trust
Publication Year2011
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy