________________
ખાનદાન સંયમી બીજાને માન આપે; માન માગે નહિ. - દૂરગડ મુનિ ગચ્છ=ઉનાળામાં સખત તરસથી મોત આવે તો પણ સચિત્ત પાણીનું ટીપું પણ ન ઈચ્છે. - અંબપરિવ્રાજક શિષ્યો - ગચ્છાચારપત્રા. આધ્યાત્મિક શ્રીમંત = મનમાં ગુણાનુરાગ + વચનમાં ગુણાનુવાદ + કાયામાં સહાયકભાવ. હીરા, મોતી, માણેક, અપ્સરા અને કાગડાની વિષ્ટામાં કોઈ ફરક ન દેખાય તે સાચો વૈરાગી. - શ્રીપાર્થપ્રભુ આત્મરમણતામાં બાધક ચાર તત્ત્વ (૧) અસ્થિરતા, (૨) અધીરાઈ, (૩) અનુપયોગ, (૪) અતૃપ્તિ. જે વિચારને આચારનું બળ મળે તે વિચાર સાનુબંધ બને. જે વિચારને આચારનું બળ ન મળે તે વિચાર નિરનુબંધ બને. વિશિષ્ટ સદાચારની મૂડીવાળો શ્રાવક ધર્મને લાયક. વિશિષ્ટ સદ્ગુણની મૂડીવાળો સાધુધર્મને લાયક. ગુરુ, સમુદાય, સમુદાયના માલિક પ્રત્યે ગૌરવ હોય તેનો સંયમમાં ઉત્સાહ પ્રબળ થાય. મગજ ચિંતનશીલ, હૃદય સંવેદનશીલ, કાયા આચારશીલ તો ક્રમશઃ સમ્યગજ્ઞાન, દર્શન, ચારિત્રની સિદ્ધિ-શુદ્ધિ થયા વિના ના રહે. આત્મલક્ષે વિચારોનું લક્ષ્ય છૂટવું તે પ્રાથમિક નિર્વિકલ્પદશા. વિચાર વિના કેવળ આત્માનુભવ તે અંતિમ નિર્વિકલ્પદશા. જિનવચનસંબંધી (૧) શ્રવણ, (૨) સમજણ, (૩) શ્રદ્ધા, (૪) આચરણ, (૫) અનુભૂતિ - ઉત્તરોત્તર દુર્લભ છે.
-૨૨૭ ––