________________
થયો એ વાત સત્યથી વેગળી છે. વાસ્તવમાં તો સંક્લેશના આકર્ષણને નહિ તોડવાના લીધે જ આપણી મુક્તિ થઈ નથી. સંક્લેશનું આકર્ષણ - પક્ષપાત - રુચિ એ જ તો મિથ્યાત્વનું બીજું સ્વરૂપ છે. સર્વત્ર સર્વદા માત્ર અસંક્લેશનું, સમાધિનું, સગુણનું જ આકર્ષણ - પક્ષપાત - રુચિ હોય તો તે સમકિતનું જ બીજું સ્વરૂપ જાણવું.
અનુભવગમ્ય આવી ગંભીર બાબત તરફ લક્ષ કેળવી તે દિશામાં સાવધાનીથી સાચો પ્રયત્ન કરીએ તો (૧) અપૂર્વ અગમ્ય કલ્યાણકારી તત્ત્વની પ્રાપ્તિ થાય. પછી (૨) ઔદયિક ભાવોના બદલે ક્ષાયોપથમિક ભાવોમાં મન ઠરે. (૩) ક્ષાયિક ભાવોનું આકર્ષણ અને ખેંચાણ રહે. (૪) સહજ રીતે મોક્ષમાર્ગે ઝડપી ગતિ-પ્રગતિ-ઊર્ધ્વગતિ થાય. (૫) દોષોના અનુબંધ તૂટે. (૬) ભવભ્રમણ ટળે. (૭) દોષોથી મન પાછું વળે. (૮) અદ્વિતીય સમાધિ અને જ્ઞાનાનંદનો અનુભવ પ્રગટે. (૯) અતીન્દ્રિય તત્ત્વનો સાક્ષાત્કાર થાય. (૧૦) અપરિહાર્ય આશ્રવો પણ સંવરમાં ફેરવાય. (૧૧) ચિત્ત નિર્મળ બને. (૧૨) પુષ્કળ સાનુબંધ સકામ નિર્જરા થાય. આવી ભૂમિકાએ પહોંચીએ તો જ સંયમજીવન પરમાર્થથી સાર્થક બને. આ રીતે મોક્ષમાર્ગે આગળ વધી આપણે સહુ વહેલા પરમપદને પામીએ એ જ પરમપિતા પરમાત્માને પ્રાર્થના...
ન લખી રાખો ડાયરીમાં...
સંયમજીવનમાં સંયોગવશાત તપ-ત્યાગ-સ્વાધ્યાયની કચાશ
ચાલે, વૈરાગ્યની કચાશ તો કદાપિ ન ચાલે. • પાંચ મહાવ્રત + દશ યતિધર્મ = સંયમજીવન.
૨૧૧