________________
(૮) રોગને હટાવવાની વિચારધારા લાંબી ચાલે. (૯) ઠંડી-ગરમી-ભૂખ-તરસ-મચ્છર વગેરેના નિવારણના ઉપાય
માટે સતત ચિંતા રહે. (૧૦) સ્વાર્થ સાધવાની આસક્તિ રહે. (૧૧) પ્રતિકૂળતામાં મન બેચન બને. (૧૨) કષ્ટથી ભાગેડુવૃત્તિ જાગે. (૧૩) સહન કરવામાં પલાયનવૃત્તિ પ્રગટે. (૧૪) બીજાનો ઉત્કર્ષ જોઈ ન શકાય. (૧૫) પ્રતિપક્ષી વ્યક્તિને સંભળાવવાની તકની તલાશ શોધે. (૧૬) દુઃખીને જોઈને રાજીપો થાય. (૧૭) ઉદ્ધત વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર જન્મે. (૧૮) મતલબી વ્યવહાર કરીએ. (૧૯) ભયભીત માનસથી સ્વદોષને ગુરુદેવથી છુપાવવાની વૃત્તિ
રાખીએ. (૨૦) ગુથી ખાનગી વ્યવહાર કરીએ. (૨૧) અનુકૂળતાનો પક્ષપાત કેળવીએ.
આ ૨૧ દોષો સપરિવાર જીવનમાં ઘૂસી જાય તો સમજવું કે આરાધના કરવા છતાં પણ સંક્લેશનું આકર્ષણ અંદરમાં મજબૂત રીતે રહેલું છે. સંક્લેશનું આકર્ષણ ન હટે ત્યાં સુધી સમકિત - સંયમ - સદ્ગણ - સદ્ગુરુ - પરમગુરુ - પરમગતિનું તાત્ત્વિક આકર્ષણ ન જાગે અને તેની પારમાર્થિક પ્રાપ્તિ ન થાય. આવું બને તો દીર્ઘ સંયમસાધના તથા સંયમ સ્વીકાર માટે પરિવાર, ઘર વગેરેના ત્યાગનું કરેલું ઉત્કૃષ્ટ બલિદાન વગેરે લગભગ નિષ્ફળ જાય. માટે સંયમસાધનાના આકર્ષણને લાવવા કરતાં સંક્લેશના આકર્ષણને તોડવાની વધુ જરૂરિયાત છે. તો જ આ તાત્ત્વિક પરિણામ મેળવવામાં આપણે સફળ બની શકીએ.
“અવિરતિને ન હટાવવાની ભૂલને લીધે આપણો મોક્ષ નથી
૨૧૦