________________
નતિનું બીજું કવા. ધર્મ અને પાપની શરૂઆતમાં મોટો તફાવત છે. ધર્મની શરૂઆત પહેલા કાયામાં, પછી વચનમાં અને મનમાં આવે. પાપ પહેલા મનમાં, પછી વચનમાં અને પછી કાયામાં આવે. કેવળ કાયાના સ્તરે પાપ હોય કે ધર્મ, બન્ને તકલાદી. તેના કરતાં વચનના
સ્તરે રહેલ પાપ કે ધર્મ, બન્ને બળવાન. મનના સ્તરે રહેલા પાપ કે ધર્મ; બન્ને સૌથી વધુ બળવાન. કાયાના સ્તરે થનાર પાપ કે ધર્મ બન્ને સીમિત, તેના કરતાં વચનના સ્તરે થતા પાપ કે ધર્મ વધારે હોય, મનના સ્તરે ધર્મ કે પાપ સૌથી વધુ સંખ્યામાં થાય અને તેની જ શક્તિ સૌથી વધુ હોય છે. માટે આરાધનાને મન સુધી પહોંચાડવાની અને પાપને મનમાંથી કાઢવાની મહેનત આપણે કરવાની છે.
પહેલા મનમાં સંક્લેશ આવે. પછી વચનમાં કડવાશ આવે અને છેલ્લે કાયાના સ્તરે હિંસા વગેરે પાપ થાય. મનમાં પેદા થતા સંક્લેશને અટકાવીએ તો જ તે અલગ-અલગ રૂપે આગળ વધતો અટકે. હકીકતમાં તો સંક્લેશનું જ આકર્ષણ અનાદિકાળથી છે. જેનો ઉપયોગ વધુ કરીએ, છૂટથી કરી, અવાર-નવાર કરીએ, વગર કારણે કરીએ તેનું આકર્ષણ વધુ હોય. (૧) નાની-નાની બાબતમાં તીવ્ર સંક્લેશ જાગે. (૨) વાતવાતમાં ઓછું આવે. (૩) નબળા ભવિષ્યની કલ્પના જાગે. (૪) દુઃખી ભૂતકાળની સ્મૃતિ થાય. (૫) કોઈનો ડંખીલો વ્યવહાર મનમાં ચોટી જાય. (૬) બીજાના કડવા શબ્દો ભૂલાય નહિ. (૭) કોઈએ કરેલું અપમાન કે તિરસ્કાર મનને લાંબો સમય વ્યથિત કરે.
-૨૦૯–
૨૦૯