________________
ન આવે. પરંતુ વિલાસી સંસારી જીવ આપણને ગમી જાય તોય આપણે સંયમપાલનનો ઉત્સાહ તૂટે, સંયમમાં કાળક્રમે પસ્તાવો જાગે, આરાધના કરતી વખતે ચિત્ત બીજે ભટકે, અનુપયોગથી આરાધના થાય. માટે જેને સંસારી ગમે તેના સંયમજીવનમાં દેવાળું નીકળે. માટે જ અતિમોટા શહેરમાં ચોમાસુ કરવાની બૃહત્કલ્પસૂત્ર વગેરેમાં ના પાડેલ છે. માટે બને ત્યાં સુધી કનિમિત્તોનું જોખમ
જ્યાં વધારે હોય ત્યાં રહેવું નહિ. રહેવું જ પડે તો ઓછો સમય રહેવું. જેટલો સમય રહેવું પડે તેટલો સમય પણ અધિક તપત્યાગ-સ્વાધ્યાય આદિ દ્વારા આપણા વૈરાગ્યને દઢ કરવો. આગમાં જનાર ફાયરબ્રિગેડના માણસો ફાયરપ્રુફ જાકિટ પહેરીને, સાચવીને આગમાં જાય. તેમ કનિમિત્તોમાં રહેવું પડે તો પણ વૈરાગ્યનું વાસનામુફ જાકિટ પહેરી, જાગૃતિ કેળવી, સાચવીને રહેવું. આપણી આરાધના રૂના ઢગલા જેવી છે, કુનિમિત્તોથી ઊભા થતા નબળા વિચાર આગ જેવા છે. માટે જોખમદારીમાં આપણે સાવધાન રહેવાનું છે. જવાબદારી નિભાવવાની છે અને જાગૃતિ કેળવી જોખમદારીમાં સાચવવાનું છે. આવું કરીએ તો જ પરમપદ મળે. આપણે સહુ આવું કરીએ એ જ મંગલકામના..
લખી રાખો ડાયરીમાં...)
શક્તિ હોવા છતાં સહન કરવું, ભણવા છતાં ય અભિમાન ન કરવું, ઉગ્ર તપ કરવા છતાં ક્રોધ ન જ કરવો, આરાધના કરવા છતાં પ્રશંસાની ભૂખ ન રાખવી તે તલવારની ધાર ઉપર ખુલ્લા પગે ચાલવા જેવું છે.
-૨૦૮
૨૦૮
–