________________
જૈનશાસનની જવાબદારી સૌથી વધુ મહત્ત્વની છે, પછી ઉતરતા ક્રમે બાકીની જવાબદારીનું મહત્ત્વ છે. પરંતુ શરૂઆત છેલ્લેથી કરવાની છે અને તો જ પૂર્વ-પૂર્વની જવાબદારી તાત્ત્વિક રીતે વહન કરી શકાય. આત્મકલ્યાણમાં બેદરકાર બનનાર ક્યારેય પણ શિષ્યવર્ગ માટે પરમાર્થથી કલ્યાણકારી બની ન શકે. શિષ્યના આત્મહિતમાં ઉપેક્ષા કરનાર ખરા અર્થમાં સહવર્તી ગ્રુપનું હિત ન કરી શકે. આ રીતે આગળ સમજવું. માટે શરૂઆત જાગૃતિપૂર્વક આત્મકલ્યાણની જવાબદારીને નિભાવવાથી થાય. પરંતુ આત્મકલ્યાણમાં જ પડ્યા રહીને શક્તિ હોવા છતાં શાસન, સંઘ, સમુદાય, શિષ્ય વગેરેની ઉપેક્ષા કરે તે વિરાધક થાય. તથા આત્મકલ્યાણ સાધ્યા વિના કે તેના લક્ષ વગર જ શાસનની રક્ષા - પ્રભાવના વગેરેના કાર્યોમાં કોઈ ઝંપલાવે તો તે પણ વિરાધક જ બને. બન્ને બાબતમાં સંતુલન જાળવવાનું કપરું તો છે જ. પરંતુ મોક્ષ પણ સહેલો તો નથી ને! માટે આત્મજાગૃતિપૂર્વક એ સંતુલન જાળવવાની ગુરુગમથી સમજણ કેળવવી અને એ મુજબ જીવન ઘડવું.
બીજા નંબરમાં કાળ પડતો, હલકો, દૂષિત હોવાથી કુનિમિત્તો ઢગલાબંધ મળે છે. આથી આપણા માથે જોખમદારી પણ ઘણી છે. કોલસાની ખાણમાં જઈને પણ ડાઘ નહિ લગાડવાનો, ખુલ્લા અગ્નિના ભડકાની બાજુમાં કાયમ રહેવા છતાં દાઝવાનું નહિ, મુશળધાર વરસાદમાં લાંબો સમય ચાલવા છતાં ભીંજાવાનું નહિ, ઢાળવાળા ચીકણા કાદવવાળા રસ્તે ચઢવાનું છતાં પડવાનું નહિ એ જેમ અઘરું છે તેમ વર્તમાન વિષમ કાળમાં, કુનિમિત્તોના ઢગલાની વચ્ચે રહેવા છતાં મનને પવિત્ર રાખવું એ ખૂબ જ કપરું છે. ગુરુસમર્પણભાવ દ્વારા ગુરુકૃપા મેળવે નહિ તેને માટે આ કાળમાં મનની પવિત્રતા જાળવવી, બ્રહ્મચર્ય પાળવું, સંયમમાં ડાઘ ન લગાડવો એ અશક્યપ્રાયઃ છે. ભોગવિલાસમાં રાચતા સંસારીને જોઈને કદાચ ખાનદાનીના લીધે કદાચ અબ્રહ્મના વિચાર
-૨૦૭