________________
સંયનીની જવાબદારી - જાતિ - જોખલહારી
વર્તમાન સંયમજીવનમાં આપણા માથે જવાબદારી ઘણી છે. હુંડા અવસર્પિણી કાળનો કળિયુગ હોવાથી શાસનની ઘણી નાજુક સ્થિતિ સર્જાયેલી છે. અનેક સંઘો કફોડી હાલતમાં મૂકાયેલ છે. સરકારના વિચિત્ર કાયદાઓથી દેરાસર-તીર્થો પણ જોખમમાં મુકાયા છે. આપણા માથે (1) તારક જૈનશાસન, (૨) જૈન સંઘ, (૩) ઉજળો સમુદાય, (૪) સહવર્તી સંયમી ગ્રુપ, (૫) આત્માર્થી શિષ્યવર્ગ અને (૬) આપણું પોતાનું હિત - કલ્યાણ - સુરક્ષા કરવાની જવાબદારી છે. અનંતકાળે આવી દુર્લભ જવાબદારી નિભાવવાનું સ્થાન મળે છે.
આ સ્થાનને અનુરૂપ આપણી (૧) યોગ્યતા, (૨) પુણ્ય, (૩) આવડત, (૪) શુદ્ધિ, (૫) જ્ઞાન, (૬) સાધના, (૭) તપ, (૮) ત્યાગ, (૯) વૈરાગ્ય, (૧૦) વૈયાવચ્ચ, (૧૧) વિનય, (૧૨) વિવેક, (૧૩) ગુરુશરણાગતિ, (૧૪) આચારચુસ્તતા વિકસે તે માટે સતત જાગૃત રહેવાનું છે.
આ ૧૪ તત્ત્વ આપણામાં વિકસે તો જ ઉપરની જવાબદારીને પ્રામાણિકપણે યથાવસ્થિત રીતે જિનાજ્ઞા મુજબ વહન કરવાનું શક્ય બને. આ જવાબદારી બજાવીએ તો જ શાસનઋણ, સંઘઋણ, સમુદાયઋણ, ગુરુઋણ, પિતૃઋણ, માતૃઋણ, વગેરે ચૂકવી શકાય.
ઋણમુક્તિ વિના પાપમુક્તિ શક્ય નથી. કર્તવ્યભ્રષ્ટ બનીને જીવવાનો કોઈ મતલબ નથી. ઋણમુક્તિ પ્રત્યે આંખ મીંચામણા કરીએ તે કૃતજ્ઞતાની નિશાની છે. જ્યારે કૃતજ્ઞતા એ તો સાધનાનો, સદ્ગતિનો, સમાધનો, સરળતાનો પાયો છે. જવાબદારીથી પલાયન થઈએ તો તમામ સાધના પાંગળી બની જાય. જેટલી શક્તિ અને પુણ્ય હોય તે મુજબ, અધિકારનો ખ્યાલ રાખીને ઉપરની છ જવાબદારીને વહન કરવાની છે.
–-૨૦૬
–