________________
ગરજ, નિર્મલ પરિણતિની ભૂખ, સદ્ગુરુની ઉપાસનાની આતુરતા છે. ગુણની અને ગુરુની ગરજ હોય તો સ્વયં - સામે ચાલીને ગુરુને અરજ કરે કે ‘મારી ભૂલ હોય તો વિના સંકોચે મને કડક ઠપકો આપજો. તમે નહિ કહો તો કોણ મને કહેશે ? મને ડૂબતો કોણ બચાવશે ? મારા સંયમજીવનને નિષ્ફળ બનતું અટકાવશે કોણ ?' સંસારની, દુર્ગતિની, દોષની ભયંકરતા બુદ્ધિથી નહિ પણ હૃદયથી સમજાય તો જ સંયમ, સદ્ગુણ અને સદ્ગુરુની ગરજ
ભૂખ સ્વયં પ્રગટે, દૃઢ બને, સાનુબંધ બને.
શાસન
ગુંડાની ભયંકરતા સમજાય તો પોલિસની ગરજ જાગે, રોગની નુકસાની દેખાય તો સારા ડૉક્ટરની તાલાવેલી પ્રગટે, આગની હોનારત નજર સામે તરવરે તો બંબાવાળાની આતુરતા આવે; કકડીને લાગેલી ભૂખ - તરસની વેદના અનુભવાય તો ભોજન - પાણીની ઉત્સુકતા ઉમટે, ગરીબીની રીબામણ સમજાય તો ધનની અભીપ્સા ઉદ્ભવે તેમ આ વાત સમજવી. સદ્ગુણ - સદ્ગતિ - સદ્ગુરુ સંયમની ગરજ જેમ પ્રબળ બને તેમ ધર્મની આરાધનામાં અને ધર્મગુરુની ઉપાસનામાં અતિચાર લગભગ નામશેષ થઈ જાય, ગોલમાલ - ઘાલમેલ રવાના થાય. તે ગરજ જેમ જેમ ઘસાતી જાય, ખલાસ થતી. જાય તેમ તેમ અતિચાર - ગોલમાલ - ઘાલમેલ બેદરકારી વધવા લાગે અને આરાધના ઉપાસનાનો ઉત્સાહ તૂટવા માંડે. આવું ન બને તે માટે જ દશવૈકાલિક અને આચારાંગજીમાં સંયમીને ઉદ્દેશીને હિતશિક્ષા આપવામાં આવેલ છે કે “જે શ્રદ્ધા, ઉત્સાહ, ઉલ્લાસ, ઉમંગ, ગરજ, તાલાવેલી, આતુરતાથી દીક્ષા લીધેલ છે તેને કાયમ ટકાવી રાખજો.' શાસ્ત્રોના પરમાર્થો, ઊંડા કાર્યકા૨ણભાવો સમજાય ત્યારે શાસ્ત્રો અને શાસ્ત્રકારો ઉપર બહુમાન છળ્યા વિના ન રહે. મોક્ષે પહોંચવા તે શાસ્ત્ર ઉપર બહુમાન છળ્યા વિના ન રહે. મોક્ષે પહોંચવા શાસ્ત્રના પરમાર્થોને પામવાની, પચાવવાની પણ ગરજ જોઈએ. આવી ગરજ કેળવીને આપણે વહેલા પરમપદને પામીએ એ જ પરમાત્માને પ્રાર્થના...
-
૨૦૫
-