________________
હોય. પણ પાપીમાંથી ધર્મી બનવા, સંયમી થવા કેટલાનું સાંભળવું પડે ? તેની કોઈ જાતની સમજણ-તકેદારી લક્ષ ન હોય તે મૂઢ દશાનું એક ઉદાહરણ છે. (૨) ૫૦ વર્ષ સુખી થવાના ઉદેશથી સી.એ.ની પરીક્ષામાં એક પણ વાર નાપાસ થયા વિના પાસ થવા કેટલી મહેનત કરવી પડે ? તેનો પાકો ખ્યાલ હોય. પરંતુ અનંત કાળ સુખી થવાના ઉદેશથી ધર્મસાધનામાં - સંયમસાધનામાં અતિચાર - દોષ લગાડ્યા વિના મોક્ષમાર્ગે આગળ વધવા કેટલી મહેનત - અપ્રમત્તતા - જાગૃતિ - પ્રયત્ન કરવાના હોય ? તેની કોઈ ધારણા કે ખ્યાલ ન હોય તે પણ મૂઢ દશાનું જ બીજું ઉદાહરણ છે. (૩) કોઈ સંત રસ્તે રખડતા ભિખારીને અતિશ્રીમંત નગરશેઠ બનાવે તો તે તેના પ્રત્યે કેટલો કૃતજ્ઞભાવ - બહુમાનભાવ ધરાવે ? તેની જાણકારી હોય. પણ ભવાટવીમાં ભટકતા મને સમકિત - સર્વવિરતિની શ્રીમંતાઈ આપનાર ગુરુદેવ પ્રત્યે કેટલો કૃતજ્ઞભાવ – બહુમાનભાવ માટે છેલ્લા શ્વાસ સુધી રાખવો જોઈએ? તેનો કોઈ વિચાર ન હોય તે પણ મૂઢ દશાનું ત્રીજું ઉદાહરણ છે. આવા તો ઢગલાબંધ ઉદાહરણ છે જેના દ્વારા મૂઢ અવસ્થાનો પાકો ખ્યાલ આવી શકે. પરંતુ આવી મૂઢ અવસ્થાને જાણવાની જેટલી આવશ્યકતા છે તેના કરતા તેને છોડવાની વધુ આવશ્યકતા છે.
મૂઢ અવસ્થા આવવાનું કારણ છે આત્માને સુધારવાની અને આંતરિક ગુણસમૃદ્ધિ મેળવવાની ગરજનો અભાવ. જ્યાં ગરજ હોય, ભૂખ હોય, આતુરતા હોય, તાલાવેલી હોય ત્યાં જાગૃતિ – પ્રેમ - પ્રયત્ન - સમજણ - લક્ષ - પક્ષ વગેરે આપોઆપ કેળવાય. ગરજ જેમ જેમ (૧) તીવ્ર (૨) તીવ્રતર (૩) તીવ્રતમ બને તેમ તેમ (૧) બુદ્ધ (૨) પ્રબુદ્ધ (૩) અસંમોહ અવસ્થા પ્રાપ્ત થાય. અસંમોહદશા એ ક્ષપકશ્રેણીની શરૂઆતનું લક્ષણ છે - એવું ધ્યાનશતક પ્રકરણમાં શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણે જણાવેલ છે. સમકિત - સંયમ – ક્ષપકશ્રેણિ વગેરે અવસ્થાનું બીજ આત્મગુણોની
H૨૦૪F