________________
યૂબુદ્ધ પ્રબુદ્ધ અવસ્થા
જેમ ઉમર કરતાં વધુ પડતો શરીરનો વિકાસ જોખમી છે તેમ સંયમપર્યાય કરતાં વધુ પડતો બુદ્ધિનો વિકાસ જોખમી છે. માટે બુદ્ધિના ઉછાળા માટે કદી પ્રયત્ન કરવા નહિ. અયોગ્ય વ્યક્તિએ પોતાની બુદ્ધિ તીક્ષ્ણ બને તેવા શાસ્ત્રો ભણવાના બદલે પોતાની બુદ્ધિ નિર્મળ થાય તેવા વૈરાગ્યપૂરક, ગુણપોષક, આચારવર્ધક ગ્રન્થોનો અભ્યાસ કરવો.
સમ્યજ્ઞાન એકાંતે નિર્જરા કરાવે. પરંતુ બુદ્ધિ તો ઘણીવાર કર્મ બંધાવવાના પણ કામ કરે. વ્યવહારની દૃષ્ટિએ જે બુદ્ધિ સાચી હોવા છતાં તૃષ્ણા, મોહ, વ્યામોહ ઊભા કરે તે મિથ્યાજ્ઞાન કહેવાય. તેનો જીવનમાં વિકાસ થાય તો આત્મગુણોનો વિનાશ થાય. ‘સાચું કે ખોટું’ જેટલું મહત્ત્વનું છે તેના કરતાં સારું કે ખરાબ' આ સમજણનું સંયમજીવનમાં વધુ મહત્ત્વ છે. સર્વ વસ્તુમાં, સર્વ વ્યક્તિમાં, સર્વ ક્ષેત્રમાં અને સર્વ અવસ્થામાં આ વાત લાગુ પાડવી. આવું વલણ કેળવાય તો જ આગમપરિણતિ, ભાવનાજ્ઞાન, તત્ત્વસ્પર્શજ્ઞાન, અનુભવજ્ઞાનની પ્રાપ્તિ થવા દ્વારા જીવ મોક્ષમાર્ગે આગળ વધી શકે.
આગમપરિણતિ વગેરે આવે તો જ ઈન્દ્રિય, કષાય, સંજ્ઞા, ગારવ વગેરેને જીતી શકાય. આ રીતે પોતાના પરિણામોનું પરીક્ષણ થવાથી, શુદ્ધિકરણ થવાથી જીવનો ઉત્સાહ કે ઉમંગ તૂટે એવી શક્યતા નથી રહેતી. આવી સમજણ પરિપક્વ થવા દ્વારા બુદ્ધ અવસ્થા આવે તે સમકિત. આગળ વધતાં સ્થાયી પ્રબુદ્ધ અવસ્થા આવે તે સંયમ. અને મોહગ્રસ્ત મૂઢ દશા જ જો હોય તો મિથ્યાત્વ.
બહારના જગતમાં હોંશિયારી, આવડત હોવા છતાં ધર્મક્ષેત્રે, આત્મપરિણતિને સુધારવાના ક્ષેત્રે કોઈ આવડત, લક્ષ, પક્ષ, રુચિ, જાગૃતિ, પ્રયત્ન ન હોય તો મૂઢ અવસ્થા જ જાણવી. (૧) ભિખારીમાંથી શ્રીમંત થવા કેટલાનું સાંભળવું પડે ? તેની સમજણ
૨૦૩