________________
બાટલો લઈને કિનારે ઊભેલા) માણસ સાથે મરજીવો પણ દુશ્મનાવટ કરવાની ભૂલ નથી કરતો. તો પછી આપણા ભવોભવ જેના હાથમાં છે તે ગુરુની સાથે સંઘર્ષ કરવાની ભૂલ સંયમી કઈ રીતે કરી શકે ? રત્નની કિંમત કરતાં પણ પોતાના જીવનની કિંમત મરજીવાને વધુ હોય છે. તેમ આરાધનાની કિંમત કરતાં પણ ગુસમર્પણની કિંમત સંયમીને વધારે હોય છે. તમામ આરાધનાની અવેજીમાં ગુરુસમર્પણભાવ ચાલે. પરંતુ ગુરુસમર્પણની અવેજીમાં એક પણ આરાધના ન ચાલે. ગુરુને સમર્પિત ન હોય તે શુદ્ધ આલોચના કરી ન શકે. કાયાના સ્તરે થયેલા પાપનું પ્રાયશ્ચિત્ત કરવું સરળ છે. પરંતુ મનના સ્તરે થયેલા પાપોનું પ્રાયશ્ચિત્ત કરવું ખૂબ ખૂબ કઠણ છે. ગુરુને સમર્પિત ન થનાર મનના સ્તરને પાપોની આલોચના કર્યા વિના સંસારાટવીમાં ફસાય છે. આ રીતે મોક્ષમાર્ગે આગળ વધવા, વીતરાગ બનવા નીકળેલ જીવ રાગના દાવાનલમાં સેકાય છે, બળે છે.
વૈરાગ્યને જ્વલંત બનાવવા સંયમી પારકી પંચાત કરે નહિ અને જાતબડાઈમાં પડે નહિ. બીજા આપણી પ્રશંસા કરે તેમાંથી જૂઠાણું શોધવાની કળા અને આપણી નિંદામાંથી સત્યને પકડી જાતને સુધારવાની કળા આવડે તો વીતરાગદશાની નજીક પહોંચી શકાય; વૈરાગ્ય મજબૂત બને, જૂના ચીકણા અશુભ અનુબંધ તૂટે. ચીકણા કર્મો તો વગર પુરુષાર્થે પણ કાળક્રમે દૂર થઈ શકે. અસંખ્ય કાળે કાળા કર્મોને આત્મામાંથી દૂર થવું જ પડે. પરંતુ અશુભ અનુબંધો તો અનંતકાળ સુધી પણ રહે. અંતરંગ પુરુષાર્થ વગર વૈરાગ્ય વગેરે ગુણો પ્રાપ્ત ન થાય અને વિશુદ્ધ ગુણસમૃદ્ધિ વિના અશુભ અનુબંધો રવાના ન જ થાય. અને તેવું ન બને તો પ્રન્થિભેદ, સમકિતપ્રાપ્તિ વગેરે અશક્યપ્રાયઃ બની જાય. આ સત્ય પરિસ્થિતિને ખ્યાલમાં રાખીને કોઈ પણ સંયોગમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્ય, સમજણના ઘરની અન્તર્મુખતા વગેરે કેળવતા રહેવું. આ રીતે જ વીતરાગદશા, કૈવલ્ય અવસ્થા, સિદ્ધપણું વગેરે પ્રાપ્ત થઈ શકે. આવું કરવાનું બળ, સમજણ, મક્કમતા મળે તેવી પરમાત્માને પ્રાર્થના કરીએ.
-૨૦૨F