________________
વૈરાગ્યને કેદીપ્યમાન કરવાના રામબાણ ઉપાય
આપણે વીતરાગ બનવા નીકળ્યા છીએ. વૈરાગ્ય વધે તેમ વીતરાગતાની નજીક પહોંચાય. ડગલે ને પગલે વૈરાગ્ય કેળવવા, વધારવા, ટકાવવા પ્રયત્ન કરવો એ આપણું પ્રધાન કર્તવ્ય છે. રાગની આધારશિલા પરિવર્તનશીલતા છે અને વૈરાગ્યની આધારશીલતા સ્થિરતા, અપરિવર્તનશીલતા છે. ગોચરી, ઉપકરણ વગેરેમાં નિયત દ્રવ્ય વગેરે હોય તો રાગ ઘટે, વૈરાગ્ય વધે. ગોચરી, ઉપકરણ વગેરેના દ્રવ્ય ઘટે તેમ રાગ ઘટે. વધુ વિવિધ દ્રવ્યનો પરિચય રાગ વધારે.
ગોચીમાં ૩ સાવધાની રાખવાની છે. (૧) દ્રવ્ય ઓછા વાપરવા, (૨) ગોચરીના દ્રવ્ય સાદા રાખવા. (૩) પ્રમાણ ઓછું રાખવું, ઉણોદરી રાખવી. બને ત્યાં સુધી જીવન જરૂરિયાતની તમામ ચીજ ઘટાડવી, સાદી રાખવી. જરૂરિયાત પણ ઘટાડવી. ખોરાક, ઊંઘ અને બોલવાનું - આ ત્રણ ચીજ જેટલી ઘટાડીએ તેટલી ઘટે, વધારીએ તેટલી વધે.
ઉપકરણની સંગ્રહવૃત્તિ ઘટાડવી. સંગ્રહવૃત્તિ (૧) પુણ્યના અવિશ્વાસ તરફ ખેંચી જાય છે, (૨) સત્ત્વહીન બનાવે છે, (૩) આસક્તિમાંતૃષ્ણામાં ખેંચી જાય છે; (૪) ઉપકરણને અધિકરણ બનાવે છે, (૫) સંરક્ષણ અનુબંધી રૌદ્ર ધ્યાન તરફ લઈ જાય છે. (૬) રાગને તીવ્ર કરે છે, (૭) આપણને વૈરાગ્યહીન કરે છે. વિષયાકર્ષણની જેમ સંગ્રહવૃત્તિ પણ વૈરાગ્યહીનતાની નિશાની છે.
શરીરની આળપંપાળમાં પણ વૈરાગ્ય ઘટતો જાય છે. વૈરાગ્ય ઘટે તેમ સ્વાધ્યાયની રુચિ, મનની સાત્ત્વિક શક્તિ, સંયમમસ્તી વગેરે પણ ઘટે અને અહંકાર વધે. અહંકાર વધે તેમ પ્રશંસાની ભૂખ વધે. તેથી ગુરુનો ઠપકો, કડવા વચન, કડક હિતશિક્ષા વગેરે ન ગમે. પછી ગુરુ સાથે પણ અણગમો, દુશ્મનાવટ ઊભી થતી જાય. પોતાનું એક જીવન જેના હાથમાં છે તે (ઓક્સીજનનો
૨૦૧