________________
(૯) સદા તપમાં તાત્ત્વિક રુચિ હોય તે સાધુ. માત્ર પારણામાં રુચિ હોય તે બાવો.
(૧૦) ગુણીજનની સેવા કરવી ગમે તે સાધુ. સાધુની–સજ્જનની સેવા લેવી ગમે, તેની ઝંખના સતત રાખે તે બાવો.
(૧૧) સર્વ સંયોગમાં શાસનની આરાધના કરે અને શક્તિ હોય તો ઋણમુક્તિની પવિત્ર ભાવનાથી શાસન-પ્રભાવના કરે તે સાધુ. સ્વાર્થ સાધવા નિરપેક્ષપણે અવાર-નવાર શાસનહીલના કરે અથવા શાસનપ્રભાવનાના નામે જાતપ્રભાવનાને જ કેન્દ્રસ્થાને ગોઠવે તે લોકોત્તર બાવો.
આ ૧૧ ભેદરેખાને સતત નજર સામે રાખી બાવા-બાવીમાં આપણો પ્રવેશ ન થઈ જાય તે માટે સાવધાની કેળવીને આગળ વધવાનું છે. કોઈ પણ પરિસ્થિતિમાં આપણને કર્મસત્તા ગોઠવે તેમાં શી રીતની વિચારધારા કેળવવી ? તેની આવડત અને કુશળતા હોય તો કર્મસત્તાની ચાલમાં આપણે કદાપિ ફસાઈએ નહિ. આ રીતે ભાવસંયમ કેળવવાની ટેવ પાડવામાં સફળતા મળે તેવી પરમાત્માને પ્રાર્થના.
લખી રાખો ડાયરીમાં...
ડોક્ટર દર્દીના નબળા ભાગને જુએ અને તેની ચિકિત્સા કરે.
ગુરુ શિષ્યના દોષ ઉપર ધ્યાન રાખે, તેને હટાવવા
યોગ્ય ઉપચાર કરે.
૨૦૦