________________
હલકા દેવલોકમાં જાય. તેથી બાવાના આ લોક, પરલોક બન્ને બગડ્યા. ખમીરવંતા સાધુ તો સંસારને છોડવાની ખુમારીવાળા હોવાથી લોકોત્તર ત્યાગ અને જ્ઞાનગર્ભિત વૈરાગ્યના લીધે પરલોકમાં સતિમાં જાય છે, પરમગતિની નજીક પહોંચે છે. તેથી સાધુના આ લોક, પરલોક બન્ને સુધર્યા.
(૧) કેવળ કર્મની કે બાહ્ય સંયોગની શિરોરીને લાચારીથી સહન કરે તે બાવાજી. જિનાજ્ઞા મુજબ, બધે બધાનું બધું જ ખુમારીથી સહન કરે તે સાધુજી.
(૨) કેવળ વેઠ ઉતારીને બાહ્ય સાધના કરે તે બાવો. અહોભાવથી અંતરંગ સાધના-ઉપાસના કરે તે સાધુ.
(૩) કેવળ પોતાની ઈચ્છા મુજબ બાહ્ય ધર્મક્રિયા કરે તે બાવો ગુરુની ઈચ્છા મુજબ બધી સાધના કરે તે સાધુ
(૪) ગુરુને માત્ર શરીર સોંપે તે બાવો. મન પણ ગુરુને સોંપે તે સાધુ.
(૫) લવણ સમુદ્રમાં ૧૬૦૦ યોજન સુધી ઊંચે પાણી ઉછળે છે તેમ ગુરુ પ્રત્યે બહુમાન-અહોભાવ અને સમર્પણ ભાવમાં ઉછાળો લાવે તે સાધુ. અમાસની રાતે દરિયામાં ઓટ આવે તેમ ગુરુને જોઈને મોઢું બગાડે, મનની પ્રસન્નતાને તોડે તે બાવો.
(૬) તમામ સંયોગમાં સમાધિ રાખે તે સાધુ. અવાર-નવાર સંકલેશ જ કરે તે બાવો.
(૭) આત્મકલ્યાણની ભાવનાથી, ભવનિસ્તા૨ની કામનાથી સદા કૃતજ્ઞતાપ્રેરિત વિનય હાર્દિક રીતે કરે તે સાધુ. કેવળ સ્વાર્થભાવથી કામચલાઉ વિનય કરે તે બાવો.
(૮) ભોગને છોડી ત્યાગને પણ યોગમાં ફેરવવાની ખુમારી હોય તે સાધુ. બાહ્ય ત્યાગ પછી પણ અંદરમાં ભોગનું તીવ્ર આકર્ષણ જીવતું રાખે તે બાવો.
૧૯૯