________________
વિકલ્પના કુંડાળા ઊભા કરીને આપણે તેને અઘરો બનાવી દીધો છે. સંકલ્પ-વિકલ્પ તો નબળા ભૂતકાળના કડવા પ્રસંગોની સ્મૃતિને કરાવે છે. નબળા ભૂતકાળને યાદ કરનારો સ્મશાનમાં રહે છે. કારણ કે સ્મશાનમાં ભૂત-પ્રેત હોય અને “ભૂતકાળ' શબ્દમાં પણ ભૂત રહેલ છે. નબળા પ્રસંગના સંસ્કાર આત્મામાં અનન્ત ભવોથી, અનન્ત કાળથી સહજ-સ્વાભાવિક રીતે દઢ પડતા હોય છે. માટે કોઈ પણ દ્રવ્ય, ક્ષેત્ર વગેરેનું ખેંચાણ રાખ્યા વિના અન્તઃસ્થ બની આત્મસ્થ બનવા પ્રયત્ન કરવો. આ રીતે જ આત્મવિકાસ શક્ય છે. માત્ર દીક્ષા લેવાથી નહિ પણ દીક્ષા લીધા બાદ ઉપર મુજબ સાવધાની રાખીને સંયમજીવન જીવવાથી જ તાત્ત્વિક સ્થાયી આત્મકલ્યાણ થવાનું છે.
કડવા વચન, નબળા પ્રસંગ, અણગમતી વ્યક્તિ, પ્રતિકૂળ ગોચરી, જાડા-ભારેખમ ઉપકરણ, કંટાળાજનક જગ્યા વગેરે પ્રત્યે અરુચિ કે તિરસ્કાર કરવાના બદલે તેને પ્રેમથી, મજેથી સહન કરવાની ટેવ પાડવી. માત્ર કાયાના સ્તરે સહન કરવાથી તકલાદી પુણ્ય બંધાય કે અકામનિર્જરા થાય. મનના સ્તરે સહન કરવાથી સાનુબંધ સકામ નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યની કમાણી થાય. માટે મનના સ્તરે સહન કરવાની દઢતાપૂર્વક-સંકલ્પપૂર્વક ટેવ પાડવી.
મનના સ્તરે પણ મજેથી સહન કરે તે સાધુ - સંયમી. મન બગાડીને કેવળ કાયાના સ્તરે સહન કરે તે બાવો. આપણે બાવા કે બાવી નથી થવાનું પણ સાધુ - સાધ્વી થવાનું છે. “બાવાના બેય બગડ્યા અને સાધુના બેય સુધર્યા. બાવો સંસારના ભોગનું સુખ ગુમાવે અને સાધુપણાની, ત્યાગની મસ્તીને ન અનુભવે. માટે બાવાના બેય બગડ્યા. સાધુ ભોગના કાદવથી કલંકિત ન થાય અને સાધુપણાની, સંયમની, ત્યાગની મજાને અનુભવે. તેથી સાધુના બેય સુધર્યા. બાવો તો સંસારને છોડી પસ્તાય અને ભોગસુખનું આકર્ષણ હોવાથી પરલોકમાં દુર્ગતિમાં જાય અથવા
- ૧૯૮F
૧૯૮