________________
ક્ષા અને બાવાળી ભેદરેખL.
નિશ્ચયથી આપણે સદા આપણામાં રહેવાનું છે. શરીરમાં, ઉપાશ્રયમાં કે ગામમાં રહીએ છીએ તે વ્યવહારથી સમજવું. દેહસ્થ કે દ્રવ્યસ્થ હોય તે સંસારી. સ્વસ્થ-આત્મસ્થ હોય તે સંયમી આત્મસ્થ બનવા અન્તઃસ્થ બનવાનું છે, મધ્યસ્થ બનવાનું છે, તટસ્થ બનવાનું છે.
કોઈ પણ બાહ્ય ચીજનું ખેંચાણ, આકર્ષણ આપણને પુગલસ્થ બનાવે છે. ગોચરી, પાણી, વસ્ત્ર, પાત્ર, મકાન, ઉપકરણ વગેરેનો પણ માત્ર ઉપયોગ કરવાનો છે, તેને આલંબન કે આકર્ષણધામ બનાવવાનું નથી. ઉપકરણ કે તેનો ઉપયોગ એ મુખ્ય નથી પરંતુ તેના માધ્યમથી ઊભી થતી અન્તઃકરણની નિર્મળ પરિણતિ એ જ મુખ્ય છે. આરાધનાના ઉપકરણ, દ્રવ્ય, ક્ષેત્ર, ક્રિયા, સંયોગ, સામગ્રીને કદાચ કોઈ છીનવી જાય તેવું શક્ય છે. પરંતુ આપણા આરાધકભાવને, નિર્મળ આત્મપરિણતિને છીનવવાની કોઈમાં તાકાત નથી. મોતમાં પણ નથી, કર્મસત્તામાં પણ નહિ.
બાહ્ય આકર્ષણ જીવને અનુકૂળ વિષયના ભોગવટામાં, ઉત્તમ ગોચરી-પાણી, સારા વસ્ત્ર-પાત્ર વગેરેના ઉપયોગમાં ખેંચી જાય. અનુકૂળ વિષયનું ખેંચાણ, રુચિ, ભોગવટો અને સંયમની પરિણતિ આ બે વચ્ચે રાત-દિવસની જેમ વિરોધ છે. અનુકૂળ ગોચરી, વસ્ત્ર, ઉપકરણ વગેરેની અભિરુચિ મનને વિકલ્પની ખીણમાં ઉતારી દે છે. સંકલ્પ-વિકલ્પની માયાજાળમાં અટવાયા પછી વિષાદ સિવાય કશું લલાટે લખાયેલું હોતું નથી ઝેર ખાવું અને વિષાદ કરવો તે બન્ને એકસરખા છે. વિષ ત્તિ વિષાલ' આવી વિષાદની વ્યાખ્યા છે. માટે ઈચ્છાનું કીડીયારું ઊભું થઈ ન જાય તે માટે સાવધાની રાખવી. એવું બને તો મોક્ષ બહુ સરળ છે, સુલભ છે.
હકીકતમાં મોક્ષ અઘરો નથી પરંતુ ઈચ્છા, તૃષ્ણા, સંકલ્પ
૧૯૭