________________
છૂટે, સમાધિ પ્રસન્નતા મળે, સંયમજીવનમાં ખુમારી આવે. સ્વાધ્યાય કરતી વખતે પણ આ બાબતનું લક્ષ રાખવાની જરૂર છે. તો ઓછા જ્ઞાને પણ મોક્ષ થાય. બાકી જ્ઞાન પણ ભારબોજ રૂપ છે બની રહે. આવી સાવધાની કેળવી વહેલા પરમપદને પામો એ જ મંગલકામના...
(લખી રાખો ડાયરીમાં...)
જીવ મુસાફર છે. ગુરુ પ્રત્યે સમર્પણભાવ એન્જિન છે. આરાધનાઓ રેલગાડીના ડબ્બાના સ્થાને છે.
ગોચરી-પાણી વગેરે બાબતમાં આપણો વિવિધ પ્રકારનો પરિવર્તનશીલ ત્યાગ બીજા માટે ત્રાસરૂપ ન બને તેનો વિવેક રાખવો એ પણ એક આરાધના છે.
. • જ્ઞાનગર્ભિત વૈરાગ્ય વગર કલ્યાણ નથી.
• જેને ગુરુના અનુશાસનમાં રહેવું ન ગમે તેને
ભગવાનના શાસનમાં પ્રવેશ ન મળે.
૧૯૬