________________
નાગ વધવાનું.
દશવૈકાલિકસૂત્રના ૯મા અધ્યયનમાં અભિમાન, ક્રોધ, માયા અને પ્રમાદને વિનયવિરોધી તરીકે બતાવેલ છે.
(૧) અભિમાની વિનય કરે જ નહિ. (૨) ગુરુદેવ વડીલ સંયમી વગેરેનો ઠપકો મળતાં અડધેથી વિનયને છોડી દે. (૩) ગરજ હોય તો વિનય શરૂ કરે અને ગરજ પતે એટલે વિનય છોડી દે. (૪) તેથી બાહ્યદષ્ટિથી વિનય કરવા છતાં વિનયનું તાત્ત્વિક ફળ તે પામી ન શકે. (૫) અભિમાન વિનયના અવસરને ઓળખવામાં થાપ ખવડાવે માટે કષાય અને પ્રમાદની સેનાને જીતીને વિનયમાં આગળ વધવાનું.
વિકથાની સેના (૧) સ્વાધ્યાયની રુચિ તોડે, (૨) અંતર્મુખતાને ખતમ કરે, (૩) નિંદાદિ દોષમાં ફસાવે, (૪) સંયમની સાધનાને નીરસ બનાવે, (૫) અનર્થદંડના પાપ બંધાવે, (૬) “વિણ ખાધા, વિણ ભોગવ્યા ફોગટ કર્મ બંધાય” આવી સ્થિતિમાં જીવને મૂકાવે.
બિનજરૂરી બોલવાનું અને સાંભળવાનું બંધ કરવાનો દઢ સંકલ્પ કરીએ તો જ વિકથાની સેનાથી બચાય. વિકથાને જીતીએ તો સ્વાધ્યાયમાં પ્રાણ પૂરાય.
આ ચાર સેનાને જીતનાર જ હકીકતમાં સંયમજીવનને સફળસાર્થક કરે છે. પછી દુઃખ જેવી ચીજ જીવનમાં રહેતી નથી. માટે જ દશવૈકાલિકસૂત્રમાં “ઈચ્છાને ઓળંગો તો દુઃખને ઓળંગી જશો” (કામે કમાહિ કમિયં ખુ દુર્બ) આમ જણાવેલ છે. તેથી ખરા અર્થમાં સુખી થવા, નિજાનંદને માણવા માટે ઈચ્છા, તૃષ્ણા, અપેક્ષા, કામના, આશા, દોષનું આકર્ષણ કે વિરાધનાનું ખેંચાણ ઊભું ન થઈ જાય તેની સાવધાની રાખવી. ન મળેલી ચીજનું આકર્ષણ એ મળેલી ચીજમાં સમાધિ કે કૃમિને પણ દૂર કરે છે. સમાધિનો સરળ ઉપાય એ છે કે ન મળેલ ચીજનું ખેંચાણ છોડી દેવું અને મળેલ આવશ્યક ચીજમાં તૃપ્તિ રાખવી. “ન મળેલ ચીજ મારી નથી, હું એનો નથી આવી જ્ઞાનદષ્ટિ કેળવાય તો ખેંચાણ
૧૯૫