________________
કલ્યાણકંદની થઈ ગઈ હતી ત્યારે પૂજ્ય ભુવનભાનુસૂરિ મ.ની નજર પડી. “શું કરે છે ?” “જી, પ્રતિક્રમણ.” “બેઠા બેઠા !” “ક્યાં પહોંચ્યો?” “ચાર થાય થઈ ગઈ.” “ફરીથી કર.” રોજ કમસે કમ ત્રણ કલાક સ્ટ્રેચર ઉંચકવાની સેવા કરનારો શિષ્ય પણ બેઠા બેઠા પ્રતિક્રમણ કરે તે ન ચાલે. આપણને આવા ગુરુ કેવા લાગે? ગુરુદેવની આવી કડકાઈ અને સાત્ત્વિકતા હતી. “મારી સેવા કરવાની બંધ કરશે તો ?” એમ વિચારવા રૂપ સત્ત્વહીનતા નહોતી. મેં તે મહાત્માને પૂછ્યું “શું પ્રતિક્રમણ ફરીથી કર્યું ?” ત્યારે તેમણે કહ્યું “યશોવિજય મહારાજ ! ગુરુદેવ આવા મળ્યા છે તો જીવનમાંથી પ્રમાદ નીકળશે. બાકી પ્રમાદ કેવી રીતે નીકળે ?” આવો સદૂભાવ ગુરુદેવ પ્રત્યે તેમણે જીવતો રાખ્યો હતો. બાકી વિચારી શકત કે “હું નજીકમાં બેઠો હતો. માટે પકડાઈ ગયો. બીજા પણ બેસીને પ્રતિક્રમણ ક્યાં નહોતા કરતા?” પણ તેમ ન વિચાર્યું. આવા કડક ગુરુના બદલે આપણને ઢીલા ગુરુ ગમે તે કેમ ચાલે ?
“મારી ઢીલાશ ચલાવે તેવા ગુરુ જોઈએ. આ અભિગમનું કારણ છે દોષની આસક્તિ. દોષની આસક્તિથી (૧) તારકસ્થાનો પ્રત્યે રુચિબહુમાન તૂટી જાય અને (૨) તારક સ્થાનો પર દ્વેષ ઉભો થાય. આ રીતે તારક સ્થાનની આશાતના થાય તેમાં શાસનની બહાર નીકળી જવાય અને અનંત સંસાર વધી જાય. માટે તારકસ્થાનની આશાતના ન થાય તેની કાળજી રાખવી. અને તે માટે દોષની આસક્તિ જીવનમાં ન ઘૂસે તેની કાળજી રાખવી. કારણિક દોષના સેવન વખતે આંતરિક જાગૃતિ રાખીએ તો આપણે સમાધિમાં રહીએ અને બીજા પણ સમાધિમાં રહે.
કદાચ કોઈકને ગુરુએ ઠપકો આપ્યો હોય તો ત્યારે એને ઠારવાનું કામ કરીએ, આશ્વાસન આપીએ તો સમાધિ અને સ્વસ્થતા ટકે, આરાધકભાવ વધે. તેના બદલે આપણે જેને ઠપકો મળ્યો છે તેને વહાલા થવા જઈએ, “આટલો બધો ઠપકો !...” તો બળતામાં લાકડા હોમવા જેવું થાય. પેલાનો પોતાના ગુરુ પ્રત્યે રોષ અને ઉદ્વેગ વધી
૫૧૯