________________
જાય. “ગુરુને મારી પડી જ નથી, પહેલા પણ વગર ભૂલે ઠપકો આપ્યો હતો....” વગેરે ભાવરૂપે મલિનતા ઉભરાઈને બહાર આવે. આપણી જીભથી આ રીતે બીજાને વધારે સળગાવીએ તો તે જીભનો દુરુપયોગ છે. તેનાથી અનંત કાળ જીભ વગરની અવસ્થાવાળું એકેન્દ્રિયગતિનું - નિગોદનું રીઝર્વેશન થઈ જાય. જેનો દુરુપયોગ કરીએ તે મેળવવાની યોગ્યતા ખતમ થાય. કડકાઈ રાખનારા ગુરુ પ્રત્યે નિંદાને જો કર્તવ્ય માનીએ કે ‘આ જમાનામાં આ રીતે કડકાઈ ચાલે ? આમ જાહેરમાં ઠપકો અપાય ?’ તો સમજવું કે આપણે નરક-નિગોદના રાજમાર્ગ પર બેફામપણે બેમર્યાદપણે દોડી રહ્યા છીએ.
ગુરુ જો એકલાને ઠપકો આપે તો એમ વિચારે કે “મને એકલાને જ કહે છે” અને જો બધાને ઠપકો આપે તો એમ વિચારે કે બધા ઉપર ગુરુ મહારાજ ગુસ્સો જ કરે છે.' આમ બન્ને સંયોગમાં ગુરુને જ આરોપીના પાંજરામાં પૂરવાનું કામ સિદ્ધ કરે છે કે દોષનો પક્ષપાત આપણામાં રહેલો છે. ડોક્ટર પાસે બતાવવા જઈએ. આપણને ઈન્જેક્શન આપે, બીજાને માત્ર ગોળી આપે અને ત્રીજાને ગોળી પણ ન આપે, માત્ર ખાવા-પીવામાં અમુક સૂચન ડોકટર કરે તો શું વિચાર કરીએ ? આપણા રોગની ગંભીરતા વિચારીએ કે ડોક્ટર પર દ્વેષ અને અણગમો કરીએ ? આપણે રોગની દુનિયામાં જાગૃત છીએ. પણ દોષની દુનિયામાં ગાફેલ છીએ. ‘આપણા રોગો નીકળી જાય' એમ આપણે ઈચ્છીએ છીએ. પણ દોષ કાઢવાની બાબતમાં ગાફેલ છીએ. “પેલાએ આમ કર્યું, તેણે ગોચરી પરઠવી તો એને કંઈ ન કીધું અને મને જાહેરમાં કડકાઈથી ખખડાવ્યો.” આ બધું દોષના પક્ષપાતના કારણે થાય છે.
મૂળ કારણ એ છે કે “મારી ભૂલ ગુરુએ ચલાવી લેવાની” આવું બંધારણ મનમાં રહેલું છે. કુલવાલક મુનિએ તો માત્ર ગુરુની આશાતના કરી હતી. આપણે ગુરુ, ગુરુભાઈ, વડીલ બધાની આશાતના કરીએ છીએ. તેણે તો જીવનમાં એક જ ભૂલ કરી હતી.
૫૨૦