________________
આપણી ભૂલો કેટલી ? તેણે તો નદીએ વળી જવું પડે એવી ઉગ્ર સાધના પણ કરી હતી, આપણી સાધના કેવી ? અને છતાં તેનું પતન થયું અને નરકમાં ગયા છે, આપણે કયે રસ્તે ? જો દોષની સૂગ હોય તો જ માર્ગમાં ટકાય એમ ગંભીરતાથી સમજી રાખવું. તારકસ્થાનની સૂગ હોય ફેંકાઈ જવાય.
માર્ગાનુસારીના ૩૫ ગુણોમાં એક ગુણ પાપભીરુતાનો બતાવેલો છે. ભૂલનો બચાવ કરવા સ્વરૂપે પાપનો પક્ષપાત હોય તો સમજવું પડે કે માર્ગાનુસારીતા પણ નથી. સમકિતની ભૂમિકા તો ક્યાંથી હોય?
ગુરુ વાચના આપતા હોય ત્યારે વિચારે કે “આ વાત આને લાગુ પડે છે અને તે વાત પેલા માટે બોલાઈ છે. પરંતુ “મારા માટે શું આવ્યું? એ વિચાર ન કરીએ તે કેમ ચાલે? આપણે દોષની દુનિયામાં બીજાની ચિંતા કરીએ અને રોગની દુનિયામાં આપણી ચિંતા કરીએ. તો શી રીતે ઠેકાણું પડે? રોગને છોડી આપણા દોષોનો વિચાર કરીએ તો ઠેકાણું પડે ? માંદા પડીએ તો “ડોક્ટર ક્યારે આવશે ? આવ્યા કે નહિ ? દવા કેમ નથી આવી ?” વગેરે સ્વરૂપે રોગની ચિંતા છે. પણ દોષની ચિંતા ન હોય અને ગાફેલ બનીને જીવન પૂરું કરીએ તો સંયમજીવન નિષ્ફળ જાય. “બીજાને નથી કહેતા અને મને કહો છો...” આ વિચાર પણ દુર્ભાગ્યની નિશાની છે. અને “ઠપકો મળ્યો એટલે લોટરી લાગી, પુણ્યશાળી છું.” આવો વિચાર ઉન્નતિની નિશાની છે. પ્રશમરતિ ગ્રંથમાં ઉમાસ્વાતિ મહારાજા કહે છે
'धन्यस्योपरि निपतति अहितसमाचरणधर्मनिर्वापी । ગુરુવનમન્નનિવૃતો વનસરસવન્દ્રનW: ' (ગા.૭૦)
ધન્ય એવા જીવ પર ગુરુના ઠપકારૂપી વાણી પડે છે કે જે ખોટી પ્રવૃત્તિરૂપ ગરમીને દૂર કરે તેવા મલયાચલમાંથી નીકળેલા ઠંડા પવન જેવી શીતળ છે. માટે ઠપકા વખતે “લોટરી લાગી ! સોનાનો સૂરજ ઉગ્યો ! આજનો દિવસ સફળ થયો. આ ઘડી સાર્થક થઈ ગઈ” વગેરે વિચારો આવવા જોઈએ- કરવા જોઈએ. વળી, “હું રોજ રોજ નાની
૫૨૧