________________
મોટી ભૂલો કરું છું. પણ મને ઠપકો તો ગુરુદેવ મહિનામાં ૮-૧૦ દિવસ પણ નથી આપતા.” આ રીતે પ્રત્યેક ઠપકા વખતે સમાધિ ટકે તે ઉત્તમ ભૂમિકા.
પાંચમાંથી બે ઠપકામાં સમાધિ ટકે તો તે મધ્યમ ભૂમિકા.
ગુરુના એકાદ ઠપકામાં પણ સદ્દભાવ ટકે તો ૨૫-૫૦ ભવે ઠેકાણે પડે, આપણને ભગવાનનો માર્ગ મળે. બાકી આપણો ભગવાનના માર્ગ સાથે તાલમેળ કેવી રીતે પડવાનો ? ઠેકાણું કેવી રીતે પડે ? કેવળ ૫૦૦ ગાથા ગોખીને ઉપસ્થિત રાખવા દ્વારા કે ૧૦૦ ઓળા રૂપ વર્ધમાન તપ વગેરે કરવા દ્વારા નહિ પણ ઠપકા વખતે પ્રસન્નતા રાખવાથી વધુ ઠેકાણું પડે. માટે ગુરુ-વડીલ કે નાના પણ ઠપકો આપે તો સદૂભાવ ટકાવવો. આ રીતે માર્ગ તરફ પા-પા પગલી ભરતા ક્ષપકશ્રેણિ સુધી પહોંચવાનું છે.
વર્તમાનકાળની આપણી બધી આરાધનાઓ માયકાંગલી છે. પ્રતિક્રમણ જેવી આવશ્યક ક્રિયા પણ ઉપયોગ વિનાની, એકાસણામાં પણ દોષિત ગોચરીની શક્યતાઓ, સ્વાધ્યાય પણ રોજ ૧૫ કલાકના બદલે ૪-૫ કલાક.... જ્યારે બાહ્ય આરાધનામાં કોઈ ઠેકાણા નથી તો એક આરાધના પકડું કે જેમાં શરીરનું સત્ત્વ જરૂરી નથી પણ મનનો સદ્ભાવ જરૂરી છે. શારીરિક સત્ત્વ ઓછું હોય તે ચાલી શકે પણ માનસિક સભાવ ઓછો હોય તે ન ચાલે. માટે દોષ તરફ કડક પરિણામ -લાલ નજર રાખીએ તો આપણી દોષની આસક્તિ તૂટે.
શલ્યોદ્ધાર કરીએ તો દોષનો પક્ષપાત રવાના થાય. શલ્યોદ્ધાર એટલે કે સેવાયેલા દોષનો પસ્તાવો અને આલોચના. મહાનિશીથ સૂત્રમાં કહેલ છે કે (૧) આલોચના લેવાનો વિચાર કરતા અનંતાને કેવળજ્ઞાન થયું. (૨) આલોચના માટે ઉભા થયેલા એવા અનંતા સાધક કેવળી થયા. (૩) આસન પરથી બહાર એક ડગલું માંડ્યું ને કેવળજ્ઞાન થાય તેવા અનંતા સાધક થયા. (૪) આલોચના લેવા માટે વંદન કરે ત્યારે અનંતાને કેવળજ્ઞાન થયું. (૫) ઠપકો પ્રસન્નતાથી સાંભળી
પ૨૨