________________
હાલત થાય. દુકાળ પડે કે ભૂખ લાગે ત્યારે બારદાન નકામા બને છે, અનાજ જ કામ લાગે છે. તે રીતે ભવાંતરમાં આ ભવની ક્રિયાઓ આવવાની નથી પણ ક્રિયા દ્વારા પડેલા સંસ્કાર જ કામ લાગશે. આ બધું બાહ્ય જગતમાં સ્પષ્ટપણે સમજાય છે. પણ આંતરિક જગતમાં આવી સમજણ કેટલી? દુનિયાની પ્રવૃત્તિમાં સમજાય છે પણ પડિલેહણ. - દર્શન-વંદન- કાજો કાઢવો વગેરેમાં આશયશુદ્ધિ-લક્ષ્યશુદ્ધિ ટકાવવાની સમજણ કેટલી ? એ વિચારણીય બાબત છે.
ધીરજથી પ્રવૃત્તિ કરવાથી પ્રવૃત્તિ વખતે જાગૃતિ આવે, પ્રવૃત્તિ કરતાંકરતાં તેના પરિણામો જાગે, સાચા ભાવો ઊંચકાય. દીક્ષા લીધી ત્યારે આપણે બધાને વંદન કરતી વખતે ખમાસમણું બરાબર સંડાસા પૂંજીને વિધિથી દેતા હતા. પાંચ-પંદર/ પચીસ વર્ષ પછી ખમાસમણું કેવું ? વિંદનાદિ કરતી વખતે વિધિ, જયણા, આદર, અહોભાવ અને ઉપયોગ ક્યાં ગયા? પોપટની જેમ/યાંત્રિક રીતે પ્રવૃત્તિ કરવાથી શું લાભ થાય?
કાજો કાઢવો એટલે કચરાને કાઢીને ઉડાડવાનો નથી પણ કાજાને સૂપડીમાં ભરીને જોવાનું કે કીડી-મંકોડા વગેરેમાંથી કોઈ જીવ મરેલ નથી ને ! કદાચ કલેવર મળે તો ક્ષમાયાચના કરીએ, આલોચના કરીએ, “મારા પ્રમાદના નિમિત્તે આપની વિરાધના થઈ તેનું મિચ્છામિ દુક્કડમ્” એવા પરિણામ લાવીએ તો કાજો કાઢવાની તે પ્રવૃત્તિ સાચી બને, ભાવ-ધર્મસ્વરૂપ બને. કાજો શા માટે લેવાનો? કપડા-ઉપાધિ ન બગડે તે માટે ? કે આલોચના ન આવે તે માટે ? કે જીવદયાના પરિણામ આવે-ટકે-વધે તે માટે ? આની પારદર્શક દષ્ટિ-સમજણ જોઈએ.
ઉતાવળે કરાતી ક્રિયામાં ભાવ ન ભળે. તેવી ક્રિયાથી અંતરમાં તાત્ત્વિક સંતોષ-પરિતોષ ન થાય. પર્યાય વધવાની સાથે ક્રિયામાં શુષ્કતા અને શિથિલતા વધતી જાય, આમ ને આમ ભાવપ્રાણ ખતમ થાય અને માત્ર ક્રિયાનું ખોખું બચે તો આ એક પ્રકારની આધ્યાત્મિક દુર્ઘટના જ ગણાય. આવું ન બને તે માટે દરેક ક્રિયામાં આદર અને ઉપયોગ સાથે ભાવનાના પ્રાણ પૂરતા જવા.
૪૦૮