________________
જયણાપૂર્વક પાણી ગાળતા ગાળતા પણ ભાવના કરવી કે “આ પાણી જે જે વાપરે તે સર્વનો આરાધનામાં ઉત્સાહ વધો, તેઓનો સ્વાધ્યાયમાં ઉત્સાહ વધો, તેઓ ઉત્સાહથી તપ-વૈયાવચ્ચ વગેરે કરો. શાસન, સંઘ, સમુદાય, સદ્ગુરુ, શાસ્ત્ર અને સિદ્ધાન્ત પ્રત્યેની વફાદારી તેમનામાં વધુ બળવાન બનો.' આવી ભાવનાથી પાણીને ગાળનાર ભાવિત બને તો તે પાણીને વાપરવાથી સાધુઓને પણ સાધનાનું નવું બળ મળે છે. આ રીતે ગોચરી લાવવાની-વહેંચવાનીવપરાવવાની-વાપરવાની બાબતમાં પણ સમજી લેવું.
દિવસે જેને ઝડપથી ચાલવાની ટેવ હોય તે રાત્રે પણ તે જ રીતે ચાલે. તેથી દંડાસણ તેમના માટે દેવતાઈ બની જાય ! રાત્રે ચાલતી વખતે દંડાસણ કદાચ હલતું હોય પણ જમીનને અડવાના બદલે ચાર આંગળ અદ્ધર રહે તેવું જ પ્રાયઃ બને. વળી, ઝડપથી ચાલવામાં “પગ
જ્યાં પડે ત્યાં જ દંડાસણ પણ ફરે” તેવી માનસિક નોંધ પણ ન રહે. આમાં કર્મબંધ થાય કે કર્મનિર્જરા? આમાં છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકની પરિણતિ કેવી રીતે ઘડાય? માટે પહેલેથી જ એવી રીતે Practice કરીએ કે જ્યાં પૂજીએ ત્યાં જ પગલા પડે. બાકી બેદરકારી રાખીએ તો ૨૦/૪૦ વર્ષ પછી પણ સંયમજીવનમાં આધ્યાત્મિક આનંદ ન આવે.
કસ્તુરક્ષાર્થમાનોવચ તિરી મતા સતા” (યોગશાસ્ત્ર ૧/૩૬), “ષ્ટિપૂત ક્ષેત્ર પર્વ” (સંન્યાસગીતા ૬/૧૦૭) -આવું શાસ્ત્ર દ્વારા જાણીને સંકલ્પ કરીએ કે “દિવસે બરાબર જોઈને પગ મૂકું અને રાત્રે દંડાસણથી બરાબર પૂજીને પગ મૂકું.” રાત્રે સાધુની આંખ દંડાસણ કહેવાય. ધીરજ હોય તો (૧) આ વિચાર આવે. બાકી જીવનનો અંત આવે પણ આ પરિણતિ ન કેળવાય. (૨) આ વિચાર આવે તો જ સંયમના પરિણામ સારી રીતે ટકે.
ધ્યાનબિંદુ ઉપનિષદ્ અને યોગચૂડામણિ ઉપનિષમાં જણાવેલ છે 3 "ब्रह्मचारी मिताहारी योगी योगपरायणः । अब्दादूर्ध्वं भवेत् सिद्धो
૪૦૯