________________
નાડત્ર ચા વિચારણા IP” (ધ્યાબિ.૭૨, યો યૂ.૪૨) અર્થાત્ એક વર્ષની સાધના પછી બ્રહ્મચારી-મિતાહારી-યોગસાધનાનિરત એવા સાધુ સિદ્ધ બની જાય છે. તેમાં શંકા ન કરવી. ભગવતીસૂત્રમાં (૧૪/૯/પ૩૭) પણ જણાવેલ છે કે વિધિ, જયણા, અહોભાવ અને ઉપયોગ પૂર્વકની પ્રવૃત્તિથી એક વર્ષ પછી મુનિ અનુત્તરવાસી દેવની તેજોલેશ્યાને Overtake કરે છે. ધીરજ અને શાંતિથી આરાધના કરીએ તો સંયમના પરિણામ જાગે. માટે જાગૃતિ રાખીએ કે (૧) રાત્રે બિનજરૂરી ચાલવું નથી અને (૨) રાત્રે ચાલવું પડે તો દંડાસણ વગેરેનો વ્યવસ્થિત ઉપયોગ રાખું.
પ્રતિક્રમણ પછી વિચારીએ કે “પગામસિક્કાય બોલ્યો હતો તેમાં શું “વીસાએ અસમાવિઠાણહિં આ પદ ઉપયોગપૂર્વક બોલ્યો હતો ખરો? આ પ્રશ્નનો પ્રત્યુત્તર આપણને પ્રસન્નતા આપે ખરો ? આનું કારણ ઉતાવળી ક્રિયા છે. આ પણ અસમાધિનું જ કારણ છે. ખરેખર કાયાની જેમ મનને પણ આરાધનામાં જોડવા માટે જરૂરી સમય અને પૂરતું પ્રોત્સાહન આપીએ તો આંતરિક પરિણતિ જાગે, આધ્યાત્મિક પરિણામ મળે. સાધનાનું પરિણમન થાય, સદા પ્રસન્નતા વધે, સમાધિ ટકે.
૪૧૦