________________
થાય. સંપાતિમ જીવ મોંમાં ઘૂસી જાય તો જીવવિરાધના થાય. બીજા જીવને તો અસમાધિ થાય, કદાચ આપણા પેટમાં ઉતરી જાય તો તબિયત બગાડવા દ્વારા સ્વને પણ અસમાધિ થઈ શકે. માટે ઉતાવળ કર્યા વિના, જરૂર પૂરતું બોલવું અને વિચારીને બોલવું.
વઢવ હિનૈદે - ઝડપથી પડિલેહણ કરવું તે પણ અસમાધિનું કારણ છે.
પાત્રાનું ઉતાવળથી પડિલેહણ કરતાં કીડી દેખાય નહિ. કીડી બે પાત્રાની વચ્ચે આવીને મરી જાય તો પરને અસમાધિ થાય. જયણા વિનાની પ્રવૃત્તિથી આપણને એવો કર્મબંધ થાય કે જેના ઉદયથી આવેલ અશાતા આપણને અસમાધિ કરાવે. સામાન્યથી કહી શકાય કે અશાતા અને અસમાધિ બહેનપણીઓ છે કે જે સામાન્ય જીવોમાં પ્રાયઃ સદા સાથે જ રહે છે.
ઉત્સાહ ઓછો હોય તો બીજાનું એક કપડું પણ ધીમેથી વ્યવસ્થિત રીતે પડિલેહણ કરીએ તો જીવદયાના સંસ્કાર પડે. શું પડિલેહણ માટે પડિલેહણ કરવાનું? માત્ર પતાવવાની ક્રિયા રૂપે પડિલેહણ કરવાનું કે જીવદયાના સંસ્કાર અને કોમળ પરિણામ ઉભા કરવા માટે પડિલેહણ કરવાનું? તેની સમજણ જોઈએ.
જયપુર અને ઉદયપુરના રાજા વચ્ચે લડાઈ જાહેર થઈ. રણશિંગુ ફૂંકાઈ ગયું. પરંતુ જયપુરના રાજાના હાથીઓ લડવા તૈયાર નથી. રાજાએ તપાસ કરાવી તો ખ્યાલ આવ્યો કે હસ્તિશાળાની સામે ઉપાશ્રયમાં સાધુઓ ચોમાસુ ઉતર્યા હતા. તેમની રોજની પડિલેહણની ક્રિયા સતત ચાર મહિના સુધી જોતા જોતા હાથીની ક્રૂરતા ચાલી ગઈ. આપણે તો ચાર/ચૌદ કે ચોવીશ વર્ષથી પડિલેહણ કરીએ છીએ ને ! તો સ્વ-પરને પરિણામ કેવું મળવું જોઈએ ? પરંતુ ઉપયોગ અને આદર વિના ઝડપથી પડિલેહણ વગેરે પ્રવૃત્તિ કરવામાં આવે તો તે-તે પ્રવૃત્તિ પાછળનો આશય મરી જાય છે. માલ વિનાના બારદાન જેવી, અનાજ વિનાની ગુણી જેવી અને અલંકાર વિનાના ખોખા જેવી
--૦૭
૪૦૭