________________
વિચારીને બેલેન્સ સાચવવાનું છે. માટે જ બોલવા ઉપર દશવૈકાલિકમાં આખું સ્વતંત્ર ૭મું “વાક્યશુદ્ધિ અધ્યયન મૂક્યું છે. શ્યામાચાર્યે પણ પન્નવણામાં સ્વતંત્રરૂપે ૧૧ મું ભાષાપદ મૂકેલ છે. ભાષા પદમાં આ વિશે વિસ્તારથી વાત કરી છે. બોલતા પહેલાં “જે બોલીશ તે સાવદ્ય છે કે નિરવદ્ય છે? બોલવું અને શું ન બોલવું? તેનું પરિણામ શું આવશે ?' આ બધો વિચાર કરવો જરૂરી છે. વચનયોગ અત્યંત મૂલ્યવાન છે. એનો વ્યવસ્થિત ઉપયોગ ન કરીએ તો ભવાંતરમાં તેને મેળવી ન શકાય. અર્થાત્ જ્યાં વચનયોગ નથી એવી પૃથ્વીકાય આદિ એકેન્દ્રિય ગતિમાં અને નિગોદની યોનિમાં લાંબો સમય રહેવાનું દુર્ભાગ્ય સ્વીકારવું પડે.
દ્રૌપદીએ એક જ વાર જીભનો દુરુપયોગ કર્યો અને મહાભારત ઉભું થઈ ગયું. હાથ-પગનો ઉપયોગ બરાબર ન થાય તો બહુ લાંબુ નુકસાન નથી. પણ જીભનો ઉપયોગ બરાબર ન થાય તો બહુ મોટું નુકસાન છે. હાથથી કદાચ પાત્રુ તૂટે, પગથી ઠેસ વાગે તો વસ્તુ પડી જાય. પણ જીભની ગરબડ તો મહાભારત ઊભું કરી દે. માટે આપણો અધિકાર, સામેનાનો ગમો-અણગમો વગેરે વિચારીને મિત અને મિષ્ટ શબ્દોમાં વિચારીને બોલવાથી લાભ ઘણો થાય.
આપણી ભાષા Fax ની જોઈએ, Cover ની નહિ. Fax ની ભાષા હોય તો આપણા પર બીજાને આદર ટકે અને સાંભળનાર આપણું કહેલું કરે. જ્યારે લાંબા-લાંબા Cover ને તો વાંચનાર પણ કંટાળે. અવિચારીને આડેધડ બોલવાથી અનાદેય - અપયશ અને દુર્ભાગ્ય નામકર્મ ઊભું થાય. ગાડી Central ના બદલે Western track પર ચડી જાય. ઉતાવળમાં ભળતું બોલાયા બાદ તેનો પસ્તાવો કરવાનો વખત આવે. જ્યારે વિચારીને બોલવામાં ભાષા સમિતિ પળાય. મુહપત્તિનો ઉપયોગ પણ રહે. મુહપત્તિનો ઉપયોગ ન રાખવામાં મોંમાંથી ઘૂંક ઉડી સામેનાને લાગે તેમાં વડીલની/સાધુની આશાતના થાય. બોલતા બોલતા ઉડેલું થુંક કાગળ પર પડે તો જ્ઞાનની આશાતના
૪૦૬