________________
પેટના પાચનતંત્રના અવાય નહિ
વવવવ મોડુ - માણેકશેખરસૂરિજી મહારાજ આવશ્યકદીપિકા નામની ટીકામાં જણાવે છે કે જેમ ઝડપથી ચાલવું તે અસમાધિ છે તેમ ઝડપથી ભોજન કરવું તે પણ અસમાધિનું કારણ છે. ઝડપથી ખાવામાં ખોરાક બરાબર ચવાય નહિ અને તેથી પચે પણ નહિ. અજીર્ણ, અપચો, પાચનતંત્રની તકલીફ, હોજરી નબળી પડવી વગેરે કારણસર પેટની દવાઓ કરાવવી પડે. આ બધાથી અસમાધિ થવાની શક્યતા ઉભી રહે છે. લોકમાં પણ કહેવાય છે કે “પહેલું સુખ તે જાતે નર્યા.”
એક વખત સવારના ગોચરીમાં ચેવડાની સાથે પીન આવી ગઈ. અને ઉતાવળે વાપરતા તે પીન એક મહાત્માના પેટમાં ઉતરી ગઈ. એક મિનિટ બચાવવા જતાં ઘણી મોટી નુકસાની ઊભી થઈ. ક્યારેક ગોચરીમાં વહોરનાર કે વહોરાવનારની બેદરકારીના લીધે જીવાતો પણ આવી જવાની શક્યતા રહે અને ઝડપથી વાપરવામાં તેની જયણા પણ ન સચવાય.
વવવ મસિ - આવશ્યક દીપિકા-ટીકામાં કહેલ છે કે ઝડપથી બોલવું તે પણ અસમાધિસ્થાન છે. ઝડપથી બોલવામાં - ઘણીવાર સામેવાળો સમજે જ નહિ. અથવા બોલવામાં કંઈક બફાઈ જાય તેવું પણ બને.
યોગશાસ્ત્રમાં “કાવ્ય માપના િમાવચેત સૂનૃતવ્રતમ્ (૧/૨૭) આવું કહેવા દ્વારા કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરીશ્વરજી ભગવંતે બીજા મહાવ્રતની પાંચમી ભાવનામાં કહેલ છે કે સાધુ વગર વિચાર્યું ન બોલે. ઘણીવાર તો બોલીએ છીએ કે બકીએ છીએ કે બાફીએ છીએ તે પણ ખબર હોતી નથી. “નીલ્લા ક્ષતિ રૂતિ વચ્ચે” જીભ મળેલ છે માટે બોલે રાખે. બોલતા પહેલાં “શું બોલવું? કયા શબ્દો બોલું? મારો અધિકાર છે? બોલવાનો આ ઉચિત સમય છે? કેટલા પ્રમાણમાં બોલવું? ઉગ્રતાથી બોલવું કે નરમાશથી ? ફરજ પાળવા માટે બોલું છું કે અધિકાર જમાવવા ? સામેવાળો મારું માને તેવું મારું પુણ્ય છે ખરું ? તે નહિ માને તો મને સંક્લેશ નહિ થાય ને ?' વગેરે
--૦૫