________________
સામે નુકસાન મોટું છે. માટે જ દશવૈકાલિકના પાંચમા અધ્યયનમાં સ્વયંભવસૂરિજીએ જણાવેલ છે કે “સંપત્તમિવશ્વામિત્રસંનંતો ગમુઘ્ધિો ।।” અર્થાત્ સંભ્રમ કે ઉતાવળ વિના અને મૂર્છા વિના સાધુ બપોરે ગોચરી માટે નીકળે. માંડલીની ગોચરી ઉતાવળમાં ગણીએ તો તે પણ યાદ ન રહે. ગોચરીમાં રોટલી વગેરે કેટલું આવ્યું ? તે પણ યાદ ન રહે. ઘરોમાં કોને પ્રાયોગ્ય શું મળે છે ? તેનો પણ વિચાર ન આવે. પોતાને ગ્લાનાદિસંબંધી વિશિષ્ટ ભક્તિનો લાભ ન મળે. ‘ગોચરી લાવ્યા બાદ તુરંત વાપરવા ન બેસવું' વગેરે ભગવાનની બીજી આજ્ઞાઓ પણ ભૂલાય.
પિંડનિર્યુક્તિમાં દૃષ્ટાંત આવે છે - સાધુ ભગવંત પાસેના ગામથી ગોચરી વહોરીને આવતા હતા. ગામના પાદરે બેઠેલા વૈધે તેમને આવતા જોયા. ઉનાળાના દિવસો, ગરમી પુષ્કળ અને પરસેવાથી રેબઝેબ, પિત્તનો પણ પ્રકોપ થયો હતો એવા એ સાધુ ભગવંતને જોઈ વૈદ્યને વિચાર આવ્યો “આવી સ્થિતિમાં જો આ સાધુ જઈને તરત વા૫૨શે તો તેમની તબિયત બગડશે. જોવા તો દે તે શું કરે છે ?” એમ વિચારી સાધુની પાછળ તે વૈદ્ય ઉપાશ્રયના પાછળના ભાગમાં ગયા અને જોયું તો સાધુ ભગવંત ગોચરી ગુરુદેવને બતાવી પાત્રાને બાજુ પર મૂકીને સ્વાધ્યાય ક૨વા બેસી ગયા હતા. ધીરજ હોય તેને યોગ્ય સમયે ભગવાનની આજ્ઞા યોગ્ય રીતે યાદ આવે. વૈધે બારીમાંથી જોયું કે ૨૦ મિનિટ સુધી સ્વસ્થ ચિત્તે સ્વાધ્યાય કરીને થાક ઉતરી ગયો અને પિત્ત શાંત થઈ ગયું પછી તે સાધુ વાપરવા બેઠા. આ જોઈ વૈદ્યની આંખો પહોળી થઈ ગઈ. પગે પડીને તે બોલ્યો “તમારો ધર્મ ખરેખર સર્વજ્ઞનો ધર્મ છે. અમારા વૈદ્યશાસ્ત્રમાં જણાવેલ છે કે તડકામાંથી આવીને તરત ન વાપરવું. તે વાત તમારા ભગવાને પણ જણાવી છે. તેનાથી જ સિદ્ધ થાય છે કે તમારા ભગવાન સર્વજ્ઞ છે.” ત્યાં તે વૈદ્યના હૃદયમાં બોધિબીજની વાવણી થઈ ગઈ. ભગવાનના એક એક વચનને પાળવાથી આપણે બીજાને ધર્મ પમાડી શકીએ.
૪૦૪