________________
છે. અત્યંત ઝડપથી નિરપેક્ષપણે ચાલવાથી જીવદયા ન પળાય, નાના કાંટા વગેરે ન દેખાય. ઝડપથી ચાલવામાં પશુ કે વિજાતીય સાથે સંઘટ્ટાની સંભાવના છે. બીજા જીવને પીડા થાય. કોઈની સાથે ભટકાઈ જવાય, પડી જવાય. ઠેસ વાગે, દીવાલ કે થાંભલા સાથે અથડાઈ જવાય. ઘડો ફૂટે, પાત્રા તૂટે, પડવાથી ફ્રેકચર વગેરે પણ થાય.
આમ ઝડપથી ચાલવામાં ઠેસ વાગે-વસ્તુ તૂટે વગેરે આ લોકના નુકસાન છે. અને જીવહિંસાથી દુર્ગતિ વગેરે પારલૌકિક નુકસાન થાય છે.
અમે દક્ષિણમાં એક નાનકડા ગામમાં ઉતરેલા ત્યારની વાત છે. એક મહાત્મા ગરમ પાણી લઈને આવતા હતા. ટૂંકે રસ્તેથી જતાં વચ્ચે એક આડો વાળેલો જાડો સળીયો આવતો હતો. મહાત્મા ઉતાવળથી ચાલતા હતા. ઉતાવળના લીધે વાળેલો સળીયો ન દેખાયો. જોરથી ઘડો સળીયાને અથડાઈને ફૂટ્યો. મુનિ પણ ગરમ પાણીને કારણે દાયા. એક મિનિટ બચાવવા જતા એક અઠવાડિયાની અસમાધિ ઉભી થઈ ગઈ. દાઝયા તેની દવા કરવામાં પાછા અસંયમ અને અજયણાના દોષ ઘૂસે. માટે જે કામમાં જેટલા સમયની જરૂર હોય તેટલો સમય ફાળવવો જોઈએ. જરૂરી કામ કરવામાં બિનજરૂરી વધુ સમય ફાળવે કે ઓછો સમય કાઢે તે બન્ને ખોટું.
ઝડપથી ચાલવામાં કીડી વગેરે મરે. તેથી બીજા જીવોને પણ પોતે અસમાધિમાં જોડે તથા ઠેસ વાગવી, પડવું વગેરેથી પોતે પણ તત્કાલ અસમાધિમાં જોડાય. જીવોનો વધ કરવાથી બંધાયેલા અશાતા વેદનીય વગેરે કર્મથી પોતાની જાતને ભવિષ્યમાં પણ અસમાધિમાં જોડે.
ઉપાશ્રયમાં વહેલા પહોંચવા વિહારમાં ઝડપથી ચાલે અને મકાનમાં દશ મિનિટ વહેલા પહોંચીને થાક લાગવાથી અડધો કલાક સૂઈ જાય. આમ ઝડપથી ચાલવાથી બચાવેલી ૧૦ મિનિટ તો પાણીમાં ગઈ પણ બીજી ૨૦ મિનિટ નવી બગડે અને સૂવાથી ઉભા થતા પ્રમાદના સંસ્કારનું નુકસાન પણ નાનું-સૂનું નથી. તે જ રીતે ગોચરી કે પાણી માટે ઝડપથી ચાલવામાં ૨ કે ૫ મિનિટનો ફરક પડે. પણ
----૦૩