________________
પણ નથી. આમ રાગનો, દ્વેષનો કે મોહનો (અજ્ઞાનનો) એક પણ સંકલેશ નથી. ઊલટું સમ્યફ જ્ઞાન ટકાવ્યું છે. માટે જ તેઓ મોક્ષમાર્ગે ટક્યા. આમ “વેતસ: સ્વાથ્ય મોક્ષમા અવસ્થિતિ: ” આ પંક્તિ તેમના જીવનમાં સાર્થક થતી જણાય છે. માટે સમજી રાખવું કે રાગ કે દ્વેષ કે અજ્ઞાન એક પણ સંલેશ બળવાન થઈને આવે એટલે ગાડી મોક્ષમાર્ગેથી ઉતરી જ ગઈ.
ભરસભામાં પિતાની આજ્ઞાથી શ્રીપાળનો હાથ પકડનાર મયણાને પણ આ સંકલેશ નથી. કોઢીયાનો હાથ પકડવા છતાં મારા કર્મથી મને આ પતિ મળેલ છે' એ વિચારે પિતા કે પતિ પર દ્વેષ નથી. ભોગસુખના તીવ્ર આકર્ષણને ખતમ કર્યું છે. માટે રાગનો પણ સંકલેશ નથી. પિતાનો વાંક પોતે જરા પણ વિચારતી નથી. આમ અજ્ઞાનનો સંકલેશ પણ નથી.
માટે અનુકૂળતાજન્ય સમાધિ ન જોઈએ. રાગ પુષ્ટ થવાથી મળતી સ્વસ્થતા ન જ જોઈએ. રાગ-દ્વેષ-મોહથી છૂટીએ અને સ્વસ્થ હોઈએ તો જ સમાધિ સાચી ગણાય. માંદગી આવે ત્યારે ઉભો થતો શાતાનો રાગ, અશાતાનો દ્વેષ અને આનંદમય આત્મસ્વરૂપનું અજ્ઞાન = વિસ્મરણ –આ ત્રણેય જીવને મોક્ષમાર્ગથી ભ્રષ્ટ કરે છે. રાગ-દ્વેષ વાસ્તવમાં અજ્ઞાનમાંથી ઉભા થાય છે. માટે અજ્ઞાનના વિરોધી એવા સમ્યક જ્ઞાનને પકડવું. તેનાથી મોક્ષમાર્ગમાં આપણને ટકાવે તેવી સ્વસ્થતા મળે છે. માટે આપણે સમજી જ લેવાનું કે સમાધિ ગઈ એટલે મોક્ષમાર્ગ ગયો. આપણા માટે તો મોક્ષમાર્ગ એટલે સમાધિ. અને સમાધિ તે જ મોક્ષમાર્ગ. સમાધિનો અર્થ પ્રતિકૂળતામાં પણ સ્વસ્થતા. અસમાધિ સ્થાન = જેના નિમિત્તે અસમાધિ થાય તથા જેના નિમિત્તે મોક્ષમાર્ગથી દૂર ખસાય છે. તેવા અસમાધિસ્થાન વસ છે.
(૧) વવવ વારિ અત્યંત ઝડપથી ચાલવું તે અસમાધિનું સ્થાન १. दवदवचारि दुयं दुयं निरवेक्खो वच्चंतो इहेव अप्पाणं पडणादिणा असमाहीए जोएइ, अन्ने य सत्ते बाधते असमाहीए जोएइ, सत्तवहजणिएण य कंमुणा परलोएवि अप्पाणं असमाहीए जोएइ, अतो द्रुत-द्रुतगन्तृत्वमसमाधिकारणत्वादसमाधिस्थानम् ।
- आवश्यकनियुक्ति-हारिभद्रीयवृत्ति पृ.६५३ ।
૪૦૨