________________
સંયમીના
વ્યવહારમાં
•
લેખકની હૃદયોર્મિ .
સંયમજીવનની ઉપલબ્ધિના મહત્ત્વના પાંચ પરિબળો છે. (૧) પૂર્વભવની વિશિષ્ટ આરાધના, (૨) માતા-પિતા આદિના સંસ્કાર, (૩) દેવ-ગુરુની અનરાધાર કૃપા (૪) કલ્યાણમિત્ર વગેરેનો સુયોગ તથા (૫) આ ભવનો આધ્યાત્મિક પુરુષાર્થ. સંયમજીવનને મેળવવામાં આ પાંચેય પરિબળો તરતમભાવે પોતાનો ફાળો નોંધાવે છે.
રજોહરણની પ્રાપ્તિ બાદ સ્વાધ્યાય, સેવા, સમિતિ-ગુપ્તિ-પાલન, સદ્ગુરુસમર્પણ આદિ સંયમ સાધનામાં અનેક વર્ષો પસાર થયા બાદ પણ સતત જોઈએ તેવી પ્રસન્નતાનો/મસ્તીનો/સમાધિનો અનુભવ કેમ થતો નહિ હોય ? આ પ્રશ્ન લાંબા સમયથી મનમાં ઉઠતો હતો. તેનું સમાધાન મેળવવા કરેલા મનન-મંથન-મથામણના અંતે ‘પગામ સજ્ઝાય' નામના આવશ્યકસૂત્રમાં આવતા ‘વીસાળુ અસાહિતાનેěિ' પદ ઉ૫૨ નજર સ્થિર થઈ. તે પદની હારિભદ્રી આવશ્યકનિર્યુક્તિવૃત્તિ ઉપર ચિંતન-મનન થતાં પ્રશ્નનો પ્રત્યુત્તર પારદર્શક થતો ગયો. તે અંગે ઉદ્ભવેલા મનન અને મંથનના મોતીઓ, વાચનાના માધ્યમથી, શિષ્યવર્ગને પ્રદાન કરવાનો સુભગ અવસર મળ્યો.
કલિકુંડ તીર્થ-ધોળકામાં થયેલી આ વાચનામાં ‘સંયમીઓનો પરસ્પર વ્યવહાર, ગુરુદેવ સાથે વ્યવહાર, શ્રાવકાદિ જોડે વ્યવહાર કેવો હોય ?
૩૯૧