________________
અસમાધિને ટાળવા, સંકલેશને ખાળવા, દોષોને બાળવા શું કરવું ?” ઈત્યાદિ બાબતની વિસ્તારથી વિચારણા થઈ. આવી વિચારણાઓ રૂપી વાનગીનો રસથાળ એટલે “સંયમીના વ્યવહારમાં'.
તપાગચ્છમાં, અચલગચ્છમાં, સ્થાનકવાસી સંપ્રદાયમાં સાધ્વીજી ભગવંતોના અનેક ગ્રુપમાં આ પૂર્વે પ્રકાશિત થયેલી “સંયમીના કાનમાં', “સંયમીના દિલમાં', “સંયમીના સપનામાં” અને “સંયમીના રોમેરોમમાં પુસ્તિકાઓની ઉપર નિયમિત વાચના અપાય છે. તેવા સમાચારથી ખૂબ પ્રમોદ અનુભવાયો. અનેક સંયમીઓના જીવનઘડતરમાં આ રીતે પણ ઉપયોગી બની શકાય. તેવા આશયથી લખાયેલી સંયમજીવનલક્ષી પ્રસ્તુત પુસ્તિકાને પણ સંયમીઓ/મુમુક્ષુઓ વધાવી લેશે અને વિશુદ્ધ સંયમવ્યવહાર દ્વારા આત્માને પાવન કરશે તેવી અપેક્ષા.
તર્કનિપુણ પૂજ્ય પંન્યાસપ્રવશ્રી યશોરત્નવિજયજી મહારાજે પ્રભુવચનને, પ્રભુશાસનને, પ્રભુપ્રદર્શિત મોક્ષમાર્ગને કે વાચકવર્ગને લેશ પણ અન્યાય આ પુસ્તિકા દ્વારા ન થઈ જાય તેની પૂરતી કાળજી રાખીને સૂક્ષ્મદષ્ટિથી પ્રસ્તુત પુસ્તિકાનું પરિશ્રમસાધ્ય સંશોધન કરી આપવાની ઉદારતા દર્શાવી છે તે નહિ વિસરાય.
તરણતારણહાર શ્રીજિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ત્રિવિધત્રિવિધ મિચ્છામિદુક્કડમ્.
પૂજ્યપાદ સ્વ.ગચ્છાધિપતિશ્રી
ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પંન્યાસપ્રવરશ્રી વિશ્વકલ્યાણવિજયજી ગણિવરનો શિષ્યાળુ પંન્યાસ
યશોવિજય શ્રી પાર્શ્વનાથ દીક્ષા કલ્યાણક વિ.સં. ૨૦૬૦ માગ.વદ.૧૧, ઓપેરા, અમદાવાદ,
૩૯૨
૩૯ર