________________
ક્ષણાધિ અને સંક્લેશના ભાઈ
પગામસિક્ઝાય' નામના પ્રતિક્રમણ આવશ્યક સૂત્રમાં “વીસા સમદિડાર્દિ આ પ્રમાણે ઉલ્લેખ આવે છે. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પ્રત્યેકના નામોલ્લેખપૂર્વક વીસ અસમાધિસ્થાન આવશ્યકનિયુક્તિમાં બતાવ્યા છે. તેના ઉપર પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ વ્યાખ્યા રચેલ છે. તેની અહીં છણાવટ કરવામાં આવે છે.
સમાધાનં સમાધિ: | કોઈ પણ પરિસ્થિતિમાં સમાધાન કરવાની કળા હોય તે સમાધિ કહેવાય. મોટી લીટીને સમજવા નાની લીટીની જાણકારી મેળવવી જરૂરી બને છે તેમ સમાધિને સમજવા અસમાધિની જાણકારી હોવી જરૂરી છે તથા તેના નિમિત્તોને જાણીને છોડવા જરૂરી છે. અહીં ૨૦ વસ્તુ એવી બતાવી છે જેનાથી અસમાધિ ઊભી થાય. માટે ૨૦ અસમાધિસ્થાનને ઓળખી, છોડી સમાધિમાં લીન બનવાનો પ્રયત્ન થાય તો જ સંયમજીવન સાર્થક બને.
દા.ત. “વિહારનો રસ્તો કેટલો લાંબો છે ?” “સાહેબ ! ૨૨ કિ.મી. છે.” નીકળ્યું ૨૬ કિ.મી.! અને ગૃહસ્થ પર દુર્ભાવ થાય કે “ગૃહસ્થો સાચો જવાબ પણ નથી આપતા.” આ રીતે પોતાને અસમાધિ થાય ત્યારે જો વિચારીએ કે “ગામ તો છે ત્યાં છે. અત્યારે વધુ ચાલ્યા તો કાલે ઓછું આનું નામ સમાધિ. સમાધાન કરવાની કળા તે સમાધિ.
ગોચરી માંડલીમાં મીઠાઈ પોતાને ન મળી અને બાજુવાળાને મળી ત્યારે હું રહી ગયો” આ અસમાધિ છે. “આજે મારા પેટને આરામ, આંતરડાને આરામ, આહારસંજ્ઞાથી બચાયું એવો વિચાર એટલે સમાધિ.
વેતસ: વાચ્યું સમાધિઃ ચિત્તની સ્વસ્થતા એ જ સમાધિ છે. નાની નાની વાતમાં ખોટું લાગે-ઓછું લાગે તેની સ્વસ્થતા રવાના થઈ જાય. જેને ડગલે ને પગલે ઓછું ન લાગે તેની સમાધિ ટકે. ડગલે ને પગલે ઓછું લાગે તે અસમાધિ. જે મળેલ હોય તે લાયકાત કરતાં વધુ લાગે તે સમાધિ.
એક દર્દીને ડોક્ટર અડધો કલાક તપાસે અને બીજાને બે મિનિટમાં
૩૯૩