________________
રવાના કરે તો બીજાને વિકલ્પ નથી આવતો કે “મને ઓછું તપાસ્યું.' તે જ રીતે ગુરુ પોતાની સાથે ઓછી વાત કરે અને બીજા સાથે વધુ સમય વાત કરે તેમાં તે રીતે મનનું સમાધાન કરવું.
અસમાધિથી મન સ્વાધ્યાયમાં ચોટે નહિ, ભક્તિ પણ જામે નહિ. જ્યારે સમાધિથી પ્રસન્નતા આવે. તેનાથી તન્મયતા અને લીનતા આવે.
અનુયોગદ્વારમાં પણ કહેલ છે કે “તશ્ચિત્તે તમ્મને તત્તેસે તવંન્નवसिए तत्तिव्वज्झवसाणे तदट्ठोवउत्ते तदप्पिअकरणे तब्भावणाभाविए...' (સૂ.૨૮) અર્થાત્ વ્યાપશૂન્ય-વિક્ષેપરહિત અવસ્થામાં આરાધના અંગે તન્મયતા, તલ્લીનતા હોય તો જ આરાધના વાસ્તવમાં ભાવઅનુષ્ઠાન = ભાવ આવશ્યક બને. પ્રસન્નતા માટે તૃપ્તિ જોઇએ અને તે માટે ઓછાપણાનો અનુભવ ન જોઈએ. ઓછાપણાનો અનુભવ હોય તો આરાધના ઉપલક બની જાય.
કોઈ ગોચરીમાં પાંચ નંગ આંબેલના ઢોકળા મંગાવે. તેને અનુકૂળ લાગ્યા અને વધારે લીધા. લાવનારને અસમાધિ થાય કે “બરાબર ગણાવતા પણ નથી.” આનું નામ અસમાધિ. એના બદલે એમ વિચારે કે “(૧) ન મે જુગાડું જ્ઞા, સાદું દુષ્પમિ તરિો (દશવૈકાલિક૫/૧૯૪) (૨) જિનાજ્ઞાપાલનનો મોકો મળ્યો, (૩) તેઓ જે સ્વાધ્યાય-જાપ વગેરે કરશે તેમાં ગોચરી Petrol પૂરશે અને મને લાભ મળશે.” તો તે સમાધિ. પણ ત્યારે જો અસમાધિ કરે તો બીજા દિવસે ગોચરી પૂછતી વખતે પ્રાયઃ આકરા શબ્દોમાં પૂછશે કે “જેટલા જોઈએ તેટલા સ્પષ્ટ ગણાવજો. બીજાને ખૂટે નહિ.” આ રીતે સંયમી પ્રત્યે સદ્ભાવ તૂટે પછી મહાવિદેહમાં સાધુદર્શન મળે તો પણ તેમાં તેને અહોભાવ કે સંયમના પરિણામ જાગે નહિ.
સામેનાની Action કરતાં આપણું Reaction વધુ મહત્ત્વનું છે. માટે આટલું નક્કી રાખવું - “મારે અસમાધિ નથી કરવી. પ્રસન્નતા ટકાવવી છે.” આવી ભાવનાને સફળ કરવા માટે બે ઉપાય છે. (૧) દોષદષ્ટિનો અભાવ અને (૨) તૃમિનો અનુભવ.
– ૩૯૪F
૩૯૪