________________
તૃપ્તિના અનુભવ માટે સમ્યક અભિગમ કેળવવો પડે. દા.ત. ગોચરીમાં દૂધ ન મળ્યું તો વિચારવું “મૂળ માર્ગથી તો ૧૮ થી ૪૫ વર્ષના સાધુ વિગઈ જરા પણ ન વાપરે અથવા વિશેષ કારણ હોય તો ગુરુદેવની રજા લઈને પરિમિત વિગઈ વાપરે. દશવૈકાલિકના જોગમાંથી નીકળતી વખતે “પરિમિત વિગઈ વિસર્જવણી” કાઉસ્સગમાં અવસરે પરિમિત વિગઈ વાપરવાની રજા લીધી હતી અને વર્તમાનમાં અપરિમિત વિગઈ વાપરીને જિનાજ્ઞા માંગું છું. આમ તો ગળીયા બળદ જેવો હું જિનાજ્ઞા પાળતો નથી પણ અત્યારે આ રીતે જો સહજ પ્રસંગ બન્યો તો આજ્ઞાપાલનનો, વિગઈત્યાગનો લાભ મળ્યો.'
ઉનાળાના દિવસોમાં વિહારમાં આપણે છેલ્લા હોઈએ અને રસ્તામાં ઘડો ફૂટી જાય. મનમાં હાયવોય થાય તો અસમાધિ ઉભી થાય. હાયવોય કરવાના બદલે વિચારીએ કે “ભગવાનની આજ્ઞા બે ઘડી પહેલાં પાણી ચૂકવવાની છે. મારામાં સત્ત્વ-ભાવના-ઈચ્છા વગેરેની કચાશ હોવા છતાં આજે કુદરતી રીતે આજ્ઞાપાલનનો લાભ મળ્યો.” આવો વિચાર કરીએ તો સમાધિ ટકે અને બીજાની અપેક્ષા પણ ઉભી ન થાય કે “તમે કેમ ઉભા ન રહ્યા? હું તમારા માટે પરમદિવસે ઉભો હતો અને આજે તમે મારી રાહ ન જોઈ !.”
સમાધિના પાયામાં સંકલ્પ છે કે કોઈ પણ હિસાબે મારે અસમાધિ કરવી નથી. મારા કર્મથી બધું બને છે. મારા જીવનમાં જે જે ક્ષેત્રકાળમાં જે જે નબળું બને છે તેમાં જવાબદાર માત્ર હું જ છું.” આ સમ્યગ્દર્શનનો પાયો છે. તે હોય તો જ સમ્યક ચારિત્ર છે.
ઉમાસ્વાતિ મહારાજા તત્ત્વાર્થસૂત્રભાષ્યમાં કહે છે કે સમ્યગુ દર્શન હોય તો જ ચારિત્ર સમ્યફ કહેવાય અને મિથ્યાદર્શન હોય તો ચારિત્ર મિથ્યા.
સમ્ય દર્શન એટલે ભગવાનના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા. દા.ત. ભગવાનના વચન પ્રમાણે “મારા જીવનમાં આવતી પ્રતિકૂળતા-રોગપરેશાનીમાં હું અને મારા કર્મ જવાબદાર છીએ. કર્મબંધ વખતની
૩૯૫