________________
મારી ભૂલ-પ્રમાદ જવાબદાર છે. આ વિચારથી આપણે આપણને જ આરોપીના પીંજરામાં ગોઠવીએ. આવું કરીએ નહિ તો સંકલેશ ચાલે રાખે. Foot-ball ની જેમ આપણે વિચારોના મેદાનમાં રમીએગમે ત્યાં ભટકીએ અને સાચી સમાધિ આવે નહિ.
સમાધિમાં રમે અને માટે તે સંયમી.
સંકલેશમાં રખડે અને રખડાવે તે સંસારી. ભગવાને બતાવેલ સંયમની સાધનાની સાચી નિશાની છે સમાધિ. આ વ્યાખ્યા જાત માટે લગાડવાની છે, બીજા માટે નહિ. બીજા સાધુ આપણને સંક્લેશ કરાવવામાં નિમિત્ત બને અથવા સંક્લેશ કરે ત્યારે તેને અસંયમી માનવા માટે ઉપરની વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો નથી.
ગોચરીમાં આપણું પાત્રુ બીજાએ વાપરવા લીધું અને પાછા આપી ગયા. આપણે જોયું તો ખરડાયેલ હતું. તરત જ મન સંક્લિષ્ટ બને કોણે ધોયું છે ? બરાબર ધોતા પણ નથી... ” આવો નાનકડો દ્વેષ પણ લંબાય તો વેરમાં convert થાય છે. સમરાદિત્ય-અગ્નિશર્માના નવ ભવની પરંપરામાં આવું જ નાનું બીજ હતું ને ! આનાથી અગ્નિશર્માનો અનંત સંસાર વધ્યો. માટે સમજવું કે વેરની ગાંઠ સામેવાળાને રખડાવે કે ન રખડાવે, પણ મને તો અવશ્ય રખડાવશે. વળી આ ગાંઠ અહીં સંયમજીવનમાં પ્રાયઃ સંસારીની સાથે નથી બંધાતી પણ સંયમી એવા ગુરુભાઈની/ગુરુબેનની સાથે બંધાય છે.
મહોપાધ્યાય યશોવિજય મહારાજા પણ ૧૨ મા ભગવાનના સ્તવનમાં જણાવે છે કે “શે વાસિત મન સંસાર, ક્લેશરહિત મન તે ભવપાર” આ કડી આપણે સેંકડો વાર બોલ્યા. પણ આ પરિણામ કેળવવાનો સંકલ્પ નથી. માટે by pass થાય છે. અને પરિણતિને પારદર્શક કરવાનું કાર્ય બાકી રહી જાય છે. જેથી ઉગ્ર સંયમચર્યા પણ નિષ્ફળ જાય છે. લોચ, વિહાર, તપ વગેરે અનેક ઉગ્ર ચર્યા પાળી. ઘર, કુટુંબ, મા-બાપ, હેર સ્ટાઈલ, હોટેલ બધું છોડ્યા છતાં પરિણામ કંઈ જ નહિ! તો આપણે મૂરખ જ ગણાઈએ. આપણું રોકાણ (ઈન્વેસ્ટ
૩૯૬