________________
મેન્ટ) ઊંચામાં ઊંચુ, અને વળતર શું? રીઝલ્ટ શું મળ્યું? દીક્ષા લઈને પ-૧૦-૧૫-૨૫ વર્ષ તેનું પાલન કર્યું. લોચ-ઓળી-આયંબિલ-વિહારવૈયાવચ્ચ વગેરે ઘણું કર્યું. સંસારના કહેવાતા સુખો છોડ્યા. આ બધું કર્યા પછી પરિણામ શું? એ વિચારીએ તો રડવું પડે એવું બને કે નહિ? જો રડવું પડે તો આનું કારણ આપણી પોતાની બેદરકારી છે.
સંયમી ઉપરના દ્વેષ-દુર્ભાવ-અણગમો આપણી પ્રસન્નતાને તોડે છે. આપણી ખાનદાનીના કારણે કદાચ સાધુવેશ છોડતા નથી. પરંતુ પ્રસન્નતા દેખાતી નથી. કારણ કે આપણામાં દોષ જોવાની વૃત્તિ જીવતી-જાગતી પડી છે. માટે બે સંકલ્પ કરવા જરૂરી છે. (૧) ઈરાદાપૂર્વક દોષદર્શન ન જ કરવું અને (૨) આરોપીના પાંજરામાં બીજાને ન ગોઠવવા. બીજાને આરોપીના પાંજરામાં મૂકવા તે બીજા પરના દ્વેષનું સૂચક છે. અને દ્વેષ વધતા વધતા વેરની ગાંઠરૂપ બને છે, જે અનંત સંસાર વધારે છે. દેવદ્રવ્યનું ભક્ષણ, સાધ્વીના શીલનો ભંગ અને આશાતના આ ત્રણ તત્ત્વ અનંત સંસારવૃદ્ધિના મુખ્ય કારણ છે. સંયમી પ્રત્યે દ્વેષ-વેર તે તેની આશાતનારૂપ હોવાથી સંસારવર્ધક છે. તપ, સ્વાધ્યાય વગેરે વધારે થાય કે ન થાય પણ સમાધિની વૃત્તિ આત્મસાત્ કરવી જ રહી. કારણ કે કહ્યું છે કે “સન્નિષ્ટ ચિત્તરત્ન સાન્તાં ઘનમુવ્ય” = સંક્લેશરહિત મન તો આંતરિક મૂડી છે. જીવનમાં સંકલેશ અને અસમાધિ સાથે પાળેલી ઉગ્ર પણ સંયમચર્યાનું ફળ જોઈએ તેવું ન મળે.
“ગોચરી મળે તો સંયમવૃદ્ધિ અને ન મળે તો તપોવૃદ્ધિ” આ જાણવા છતાં પણ ગોચરીમાં ઓછું-ઠરેલું-બળેલું આવ્યું હોય ત્યારે તેના લીધે સંકલેશ કરીને મન બગાડીએ તે કેમ ચાલે? વાપરવાનું માત્ર અડધો કલાક અને ૨૩ કલાક સંકલેશ થયા કરે તો તેને લીધે (૧) સ્વાધ્યાયથી જે આનંદનો અનુભવ કરવાનો હતો તે રવાના થાય, (૨) આચાર માયકાંગલા બને. બાહ્ય પ્રતિકૂળ પરિસ્થિતિ ન બદલાય તો “જિનાજ્ઞાપાલનનું સૌભાગ્ય મળ્યું.” એમ વિચારી સમાધિ અનુભવવી. રોજ આવા પ્રસંગો તો બન્યા જ કરે છે. આપણો
--૩૯૭
૩૯૭