________________
સમાધિનો સંકલ્પ ન હોય તો કર્મસત્તા આવા પ્રસંગે વખતે આપણને રમાડે-રખડાવે.
“આજે ગોચરીમાં ઓછું આવ્યું. આજે મારી સાથે તેણે સીધી રીતે પ્રેમાળ શબ્દોથી વાતો ન કરી. મારી ૫૦ મી ઓળીની પ્રશંસા ન કરી. પારણું કરાવવા ગુરુદેવ ન આવ્યા. પારણામાં અનુકૂળ દ્રવ્ય માટે મને પહેલાં ન પૂછ્યું.” આવા નાના નાના કારણોસર પ્રસન્નતા તૂટી ન જાય તે બહુ ગંભીરતાથી વિચારવું. આમાં પોતાની મૂર્ખતા બદલ રડવું આવવું જોઈએ.
કઠપૂતળીના ખેલની જેમ કર્મસત્તા જીવને (મનને) રમાડે છે અને હું માત્ર રમી નથી રહ્યો. પણ રખડી રહ્યો છું. કારણ કે રમવાની પ્રવૃત્તિમાં આનંદ હોય, જ્યારે રખડવાની પ્રવૃત્તિમાં તો ત્રાસ અને સંકલેશ જ હોય. આવી સંવેદના ઉભી કરવી જોઈએ. ઉપરોક્ત સંકલ્પવિકલ્પમાં રાગ-દ્વેષના સંકલેશ અને આર્તધ્યાન સિવાય બીજું શું છે? માટે રખડપટ્ટી જ થઈને ! તેમાં પણ જે સભાનપણે રખડે તેની રખડપટ્ટી મર્યાદિત હોય. આપણે બેભાનપણે તો રખડતા નથી ને?
પાત્રા પરનો રાગ બીજા દ્વારા પાત્રુ તૂટી જાય તો ગુસ્સો કરાવે. પણ જો જાગૃતિ હોય તો તે ગુસ્સાનો જોશ ઘટી જાય. “એની જેમ મારાથી પણ આ પાત્રુ તૂટી શકે છે. અને વીસ વર્ષમાં મારાથી પણ ઘણું તૂટ્યું છે.” આવું વિચારીએ તો સામેવાળા ઉપર થયેલ દુર્ભાવ ઓસરવા માંડે. એના બદલે માત્ર વર્તમાનને જ જોવાના કારણે સંયમી પર દુર્ભાવ થાય, વ્યવહારથી સંયમ સારૂં પાળવા છતાં સંયમના અંતરાય બંધાય.
આપણા પાત્રા બીજા દ્વારા ખરડાયેલા રહી જાય અને આપણે તે સાફ કરવા પડે ત્યારે એમ વિચારવું જોઈએ કે “સંયમીના મળમૂત્ર-એઠવાડ જે સાફ કરે, તે જ્યાં સુધી મોક્ષમાં ન જાય ત્યાં સુધી, તેના ભંગીના અવતાર કેન્સલ થાય છે. આ તો મારું સૌભાગ્ય છે કે તપ-સ્વાધ્યાયથી પણ જે ન થાય તે ભંગીના અવતાર કેન્સલ કરવાનું કામ આજે અનાયાસે મળ્યું. આનાથી તેવું જરૂર થશે. વળી, આ
3८८