________________
ય પ્રસન્નતાના ફુવારા ઉડે, ઉપસર્ગ-પરિષહમાં પણ આત્મા નિજાનંદમાં ગળાડૂબ બને, પ્રતિકૂળતા પણ મીઠી લાગે. આવું બને તો સંયમજીવન સફળ બને, સાનુબંધ બને.
માટે વર્તમાન જીવનનો આપણો ત્યાગ ભવાંતરમાં આપણને યોગમાર્ગે જોડશે કે ભોગમાર્ગે ઢસડી જશે ? આ સવાલનો સચોટ અને સંતોષકારક જવાબ મેળવવા વિવેકપૂર્ણ વૈરાગ્યને દૃઢ બનાવવો એ આપણી અંગત અને મોટી જવાબદારી છે. આ કર્તવ્યને અદા કરવાના આપણા પુરુષાર્થને પરમાત્મા સફળ બનાવે તેવી મંગલ પ્રાર્થના આજની મંગલ ઘડીએ કરીએ.
લખી રાખો ડાયરીમાં...
આપણી દોરી કોઈ સંયમીના કપડા સૂકવવાનો આધાર ન બને તો ભવાંતરમાં કોઈ સદ્ગુરુની જીવનદોરી આપણા કર્મને સૂકવવામાં, સળગાવવામાં આધાર કઈ રીતે બની શકશે ?
૩૯૦