________________
ઊલટું, જો ત્યાગ કર્યા પછી વૈરાગ્યને કેળવીએ નહિ તો પ્રાયઃ બમણા વેગથી ભોગમાર્ગે આપણે તણાઈ જઈએ- એવું ભયસ્થાન આપણી સામે મોઢું ફાડીને ઊભું રહે છે. દા.ત.
(૧) તપ કરવા દ્વારા ભોજનત્યાગ કરવા છતાં આહારસંજ્ઞાની તીવ્રતા સ્વરૂપ મલિન ભાવનું વિસર્જન ન કરીએ, ભોજન પ્રત્યે વૈરાગ્ય ન કેળવીએ તો પારણામાં બમણા વેગથી લપસી પડીએ.
(૨) કાઉસગ્ગ કરીએ એટલે દેહની આળપંપાળનો ત્યાગ થયો. પરંતુ દેહાધ્યાસવિસર્જન ન કરેલ હોય તો કાયોત્સર્ગ પૂરો થાય કે તરત મચ્છર ઉડાવવાનું આકર્ષણ થયા વિના ન રહે.
(૩) પ્રતિક્રમણ કરીએ એટલો સમય વાત-ચીતનો ત્યાગ હોય પણ વિકથાઆકર્ષણ સ્વરૂપ મલિન ભાવનું વિસર્જન કરેલ ન હોય તો પ્રતિક્રમણ પછી તરત વિકથા-ગપ્પા-નિંદા વગેરે શરૂ થઈ જાય.
(૪) જીવનભર બ્રહ્મચર્ય પાળવા છતાં વિજાતીય આકર્ષણવિસર્જન સ્વરૂપ વૈરાગ્યને આત્મસાત કર્યો ન હોય તો દેવલોકમાં ગયા પછી નિરંતર અપ્સરાના બાહુપાશમાં જકડાઈ જવાનું ભયસ્થાન નકારી શકાય તેમ નથી.
(૫) સુગંધી ફુવારા કે અત્તરના હોજમાં સતત દેવાંગનાથી લપેટાઈને આપણે દેવલોકમાં પડી રહેવાનું ભવિષ્યમાં બેને તો સમજી લેવું કે અસ્નાન, વિભૂષાવિસર્જન વગેરે ત્યાગને જીવનમાં ઉતારવા છતાં પુદ્ગલ-રમણતા-વિસર્જનસ્વરૂપ વૈરાગ્યને દૃઢ બનાવવામાં આપણે નિષ્ફળ બન્યા છીએ.
ત્યાગમાં વૈરાગ્ય ભળે તો ત્યાગ યોગમાર્ગે ઊર્ધ્વયાત્રા કરાવે. ત્યાગમાં વૈરાગ્ય ન ભળે તો તે ત્યાગ પ્રાયઃ દંભસ્વરૂપ બને, અભિમાનને પોષે, ભવભ્રમણમાં જકડી રાખે અને ભોગમાર્ગે ઉત્સુકતા તથા આસક્તિ પેદા કરાવે. વૈરાગ્ય વિનાના ત્યાગનું આયુષ્ય બહુ અલ્પ હોય. વૈરાગ્ય ભળે તો ત્યાગની જીવાદોરી લંબાય. વૈરાગ્ય વગર ત્યાગમાં નીરસતા આવે. જ્ઞાનગર્ભ વૈરાગ્યનું પીઠબળ હોય તો ત્યાગમાં
૩૮૯