________________
દર્શનનો ત્યાગ કરાવે. પણ વિજાતીયતત્ત્વની ઉદાસીનતા સ્વરૂપ જાજ્વલ્યમાન વૈરાગ્યનું નિર્માણ કરવાનું કર્તવ્ય તો આપણું જ છે.
મતલબ એ થયો કે આત્મકલ્યાણમાં બાધક બને એવા દ્રવ્યક્ષેત્ર-કાળ સાથેના સંપર્કનું વિસર્જન એટલે ત્યાગ. આત્મકલ્યાણમાં બાધક એવા મલિન ભાવનું વિસર્જન એટલે વૈરાગ્ય.
(૧) શાસ્ત્ર કે ગુરુ વગેરે મિષ્ટાન્ન, માવો, મેવો, ફુટ વગેરે આત્મકલ્યાણબાધક દ્રવ્યની સાથે આપણો સંપર્ક છોડાવે. પરંતુ પુદ્ગલરમણતાસ્વરૂપ મલિન ભાવનું વિસર્જન આપણે કરવાનું છે.
(૨) “વેશ્યાના ઘરે ગોચરી ન જવું...' ઈત્યાદિ પ્રેરણા કરનાર ગુરુ ભગવંત વગેરે અકલ્યાણકારી ક્ષેત્ર સાથેનો આપણો સંપર્ક છોડાવે. પણ વિજાતીય આકર્ષણ સ્વરૂપ મલિન ભાવનું વિસર્જન કરવું એ આપણી અંગત કરણી છે.
(૩) રાત્રે ૧૦ થી ૪ વિશ્રામ કરવાની જિનાજ્ઞા કામોત્તેજક અહિતકારી કાળ સાથેનો આપણો સંપર્ક છોડાવે. પરંતુ પૂર્વક્રીડિતસ્મરણસ્વરૂપ કે કુવિચારવાયુ સ્વરૂપ કલુષિત ભાવને દેશવટો આપવાનું આપણું કર્તવ્ય ત્યારે આપણે ચૂકી જવું ના જોઈએ.
પ્રવૃત્તિનો પરિહાર એટલે ત્યાગ અને કુવૃત્તિનો પરિહાર એટલે વૈરાગ્ય. ખુદ તીર્થંકર પરમાત્માઓ પણ કુવૃત્તિપરિહાર સ્વરૂપ વૈરાગ્યને જમાલિ વગેરે નિહનવો, ૩૬૩ પાખંડીઓ, સંગમદેવ, કાલસૌકરિક કસાઈ, કપિલા દાસી, મમ્મણશેઠ વગેરેમાં જગાવી શક્યા નથી. કારણ કે એ જવાબદારી જમાલિ વગેરેની અંગત હતી. આપણે કુવૃત્તિપરિહારસ્વરૂપ વૈરાગ્યને કેળવવાની આપણી અંગત જવાબદારીને જો વિવેકદષ્ટિથી અદા ન કરીએ તો કુપ્રવૃત્તિપરિહાર સ્વરૂપ કે બાધક દ્રવ્ય-ક્ષેત્ર-કાળ સાથેનો આપણો સંપર્ક છોડાવવા સ્વરૂપ પોતાની ફરજ બજાવનાર શાસ્ત્રો, ગુરુદેવ, કલ્યાણમિત્ર વગેરેની મહેનત ઉપર પાણી ફરી વળે.
૩૮૮