________________
ત્યા કરતાં તૌયાય શકે.
આપણે દીક્ષા જીવનનો સ્વીકાર કરવાનો ભગીરથ પુરુષાર્થ અને ભીષ્મ પ્રતિજ્ઞા કરેલ છે. પાવન દીક્ષાજીવનના પ્રારંભથી જ આપણે ત્યાગી બની ગયા. પરંતુ તે ત્યાગને દીર્ઘજીવી બનાવવા જ્ઞાનગર્ભિત વૈરાગ્યને આપણે આત્મસાત્ કરવો જ રહ્યો. દીક્ષા લેવાથી ત્યાગી બની જવાય પણ વૈરાગી તો જાતે જ બનવું પડે. શાસ્ત્રવચન, ગુરુ, કલ્યાણમિત્ર, તિથિ, પર્વો... વગેરે આપણને ત્યાગી બનાવીને અટકી જાય છે. વૈરાગ્યજ્યોત તો આપણે જ જગાવવી પડે છે. જો આપણી આ જવાબદારીને આપણે અદા ન કરીએ તો મહાત્યાગ વાંઝીયો બની જાય. દા.ત.
(૧) શાસ્ત્ર તપ કરવાનું કહીને ભોજનત્યાગ કરાવે. પણ રસનેન્દ્રિયવિજય સ્વરૂપ વૈરાગ્યને આપણે જગાવવો પડે.
(૨) ગુરુદેવ સ્વાધ્યાયની પ્રેરણા કરીને આપણને વાતચીતવિકથા વગેરેનો ત્યાગ કરાવે. પણ સ્વનું અધ્યયન-પરિશીલન કરવા સ્વરૂપ વૈરાગ્યને તો આપણે ઊભો કરવો પડે.
(૩) વિહાર, લોચ, ભિક્ષાટન, કાઉસગ્ગ વગેરેમાં આપણને જોડનારા શાસ્ત્રવચનો તેટલો સમય સુખશીલતાનો ત્યાગ કરાવે. પણ દેહાધ્યાસવિસર્જન સ્વરૂપ વૈરાગ્યને તો આપણે જ પ્રગટાવવાનો છે.
(૪) મલને ધારણ કરવાની કે મેલા કપડા પહેરવાની પ્રેરણા કરનાર કલ્યાણમિત્ર કે સ્નાનનિષેધક શાસ્ત્રવચન આપણને વિભૂષાનો ત્યાગ કરાવે. પરંતુ દેહાત્મભેદવિજ્ઞાનસ્વરૂપ જ્ઞાનગર્ભ વૈરાગ્યનું સર્જન કરવાની જવાબદારી તો આપણા શિરે છે.
(૫) રોગ આદિ પરિષહ કે ઉપસર્ગને સહન કરવાની જિનાજ્ઞા શરીરની આળ-પંપાળનો ત્યાગ કરાવે. પરંતુ દેહમમતાવિલયસ્વરૂપ વૈરાગ્યનો ધોધ આપણે વરસાવવાનો છે. (૬) વિજાતીયને જોવાનો પ્રતિષેધ કરનાર શાસ્ત્રવચન વિજાતીય
૩૮૭}