________________
શ્રીમંત ન ગણી શકાય. ભિખારી પાસે બે-પાંચ રૂપિયા હોય એટલા માત્રથી તે શ્રીમંતની હરોળમાં ગોઠવાઈ ન શકે. ગટરમાં અત્તરના બે-ચાર બુંદ પડે એટલા માત્રથી ગટર સુગંધી ન કહેવાય. તેમ સમગ્રજીવન નિર્વોસપણે એમર્યાદ દોષસેવનથી ખરડાયેલ હોય તો અવશ્યકર્તવ્ય એવા લોચ, વિહારને ઈચ્છાપૂર્વક કરવા છતાં સકામનિર્જરા થઈ ન શકે.
સમગ્ર જીવન ગુણસમૃદ્ધ હોય અને એકાદ ક્ષણની ગલતના લીધે કર્મબંધ થતો હોય તો (૧) પ્રસન્નચંદ્રરાજર્ષિની જેમ પ્રબળ આત્મજાગૃતિ દ્વારા સકામનિર્જરા થઈ શકે. અથવા (૨) પાર્શ્વનાથપ્રભુનો જીવ આર્તધ્યાનના લીધે હાથીના ભવમાં જવા છતાં ફરી ઝડપથી મોક્ષમાર્ગે ચઢી ગયો અને સકામનિર્જરામાં લાગી ગયોતેવું બની શકે. પણ સદ્દગુણ વૈભવ જોરદાર હોય તો જ તેવું બને.
આથી સકામનિર્જરા કરવા માટે ઉપયોગપૂર્વક, એકાગ્રતાપૂર્વક, અહોભાવપૂર્વક, ગુણપ્રાપ્તિની ઝંખનાપૂર્વક, વિધિ-યતનાપૂર્વક, શક્તિ છૂપાવ્યા વિના, અન્યની ઈર્ષ્યા-નિંદા કર્યા વગર, ઘાલએલરહિત આરાધના કરવામાં સતત પ્રયત્નશીલ રહેવું એ જ આપણું પ્રધાન કર્તવ્ય છે અને અંગત જવાબદારી છે. તથા “જીવનનિર્વાહ માટે જરૂરી ગોચરી-પાણી-ઊંઘ વગેરે પણ અણાહારી-સદાઅપ્રમત્ત એવા આપણા આત્મા માટે કલંકરૂપ છે'- એ ભૂલવું નહિ. તો જ તેમાં આસક્તિ કરવા સ્વરૂપ ગુનો થઈ ન શકે.
ગોચરી-ઊંઘ વગેરે આત્મા માટે કલંક જરૂર છે પણ ગુનો નથી. તેમાં આસક્તિ કરવી તે ગુન્હો છે. મતલબ કે બાહ્ય ચીજ દ્વારા જ આત્મકલ્યાણ થવાનું લાગતું હોય અને બાહ્ય ચીજ આત્મકલ્યાણને જ કરે તેવું બનતું હોય તો તેવા સંયોગમાં પરિમિત આવશ્યક સાદી ગોચરી-ઉપકરણ વગેરે બાહ્ય ચીજને સ્વીકારવી. આ સતત નજર સામે હોય અને આરાધનામાં ઉપરની દશ શરત વણાયેલ હોય તો સકામનિર્જરા પ્રબળ થાય.
૩૮ ૬