________________
ઈચ્છાપૂર્વક સહન કરવા છતાં અકામનિર્જરા !
આપણે ઝવેરીના સંતાન છીએ. ગુણસમૃદ્ધ વિશુદ્ધ સંયમજીવન = ઝવેરીનો ધંધો. નાની નાની બાબતમાં સુખશીલતાથી અતિચારબહુલ શિથિલ જીવન = પાનનો ગલ્લો. ઝવેરીનો દીકરો પાનના ગલ્લે શોભે નહિ. થીગડાઓથી ભરપૂર સાડીનું અસલ પોત દેખાતું નથી તેમ નિષ્કારણ દોષસેવન કરીને કેવળ દ્રવ્યઆલોચનાના થીગડા લગાવીએ તો અસલ સંયમજીવનનો આસ્વાદ આવે નહિ. પ્રમાદ, દેખાદેખીથી એક વાર ઈરાદાપૂર્વક દોષસેવનની ઝાપટમાં આવી ગયા પછી નિર્દોષ ચારિત્રચર્યાની થનગનાટી-તાલાવેલીદૃઢ સક્રિય રુચિ ખલાસ થઈ જાય છે. એક વાર પગે ફેક્ચર થાય તો હાડકું સંધાયા પછી પણ શિયાળામાં, દોડવામાં તેની અસર થોડા-ઘણા અંશે તો દેખાય જ છે ને !
દોષનું વારંવાર સેવન થતાં હૃદય નિષ્ઠુર થઈ જાય છે. બેરોકટોક નિષ્ઠુરપણે બેમર્યાદ દોષસેવન શરૂ થાય પછી ઈચ્છાપૂર્વક લોચ-વિહાર આદિ કાયકષ્ટ સહન કરીએ તો પણ તેમાં અકામનિર્જરા જ થાય, સકામનિર્જરા ન થાય. કારણ કે સકામનિર્જરા તો સમજણપૂર્વક સદ્ગુણની મૂડીના આધારે થાય. ચક્રવર્તીનો ઘોડો પ્રારંભમાં પરાણે બ્રહ્મચર્ય પાળે અને આગળ જતાં કાળક્રમે ઈચ્છાપૂર્વક પણ પાળે છતાં ય તેને શું સકામનિર્જરા થાય? ઢોર કષ્ટ સહન કરતાં કરતાં ટેવાઈ જવાથી, સહિષ્ણુ બનવાથી પરાધીનપણે ભૂખ-તરસ વેઠે તેમાં ભદ્રક ઢોરની ઈચ્છા ભળે તો ય શાસ્ત્રમાન્ય સકામનિર્જરા ન થાય. કારણ કે તેની પાસે સદ્ગુણની સમૃદ્ધિ નથી.
સામાન્યથી સકામનિર્જરાનો વ્યવહાર ગુણસમૃદ્ધ સમગ્ર જીવનના આધારે થાય, એકાદ ક્ષણના આધારે નહિ. કારણ કે જેમ ધંધામાં રોજ હજારો રૂપિયાની ખોટ કરે અને એકાદ દિવસ ૧૦૦-૨૦૦ રૂપિયાની કમાણી કરે તો પણ તેવો વેપારી દેવાળુ જ કાઢે. તેને
૩૮૫